મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મોરબી સિવિલમાં સિલીકોસીસનાં દર્દીઓને યોગ્ય સારવાર માટે યોજાયેલ વર્કશોપનું કલેકટરે કર્યું ઉદ્ઘાટન 


SHARE











મોરબી સિવિલમાં સિલીકોસીસનાં દર્દીઓને યોગ્ય સારવાર માટે યોજાયેલ વર્કશોપનું કલેકટરે કર્યું ઉદ્ઘાટન 

સિલિકોસિસ રોગના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે મોરબી વહીવટી તંત્ર દ્વારા મેડિકલ કોલેજ અને આરોગ્ય વિભાગને જરૂરી સૂચનો કરવામાં આવતા હોય છે જે અનુસંધાને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે વર્કશોપ અને ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.

સિલિકોસીસનાં રોગ માટે પી. એસ.સી અને સી.એચ.સી તબક્કે પ્રાથમિક લક્ષણો જણાય અને ટીબી કે અન્ય રોગો ની દવાઓ નાં અપાય તે હેતુથી એક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં GMERS જનરલ હોસ્પિટલ મોરબી ખાતે NATIONAL INSTITUTE OF OCCUPATION HEALTH na સયુંકત ઉપક્રમે ILO (intarnation classification of radiography of pneumoconiosis with special emphasis on silicosis) નાં વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્કશોપ તથા ટ્રેનિંગ પ્રોગ્રામમાં જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી સહિતના તબીબી અધિકારીઓએ દીપ પ્રાગટ્ય કરી વર્કશોપની શરૂઆત કરી હતી.તેમજ આ વર્કશોપમાં મોરબી જિલ્લાના સરકારી તબીબી અઘિકારીઓ હાજર રહ્યા હતા.જે વર્કશોપમાં પી. એચ.સી અને સી.એચ.સીનાં તબીબી અઘિકારીઓને સિલીકોસિસ દર્દીઓનું યોગ્ય નિદાન તથા સારવાર થઈ શકે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ વર્કશોપ માં મોટી સંખ્યામાં સરકારી તબીબી અઘિકારીઓએ ભાગ લીધો હતો આ તકે જિલ્લા કલેકટર મોરબી કે.બી.ઝવેરી દ્વારા સીલિકોસિસ દર્દીઓને વધુમાં વધુ ઉપયોગી થઈ શકાય તે માટે તમામ સરકારી યોજનાઓના મળે તેવા પ્રયાસ કરવા માટે અનુરોધ કર્યો હતો.






Latest News