સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં મોરબીની નવયુગ કોલેજનું ધમાકેદાર પરિણામ
મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનુ પરિવાર સાથે મિલન કરાવતી અભયમ ટીમ
SHARE









મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનુ પરિવાર સાથે મિલન કરાવતી અભયમ ટીમ
મોરબી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ઉપર એક સજ્જન વ્યક્તિનો કોલ આવેલ જેમાં તેમણે જણાવેલ એક મહિલા મળી આવેલ હોવાથી તેમના કાઉન્સિલિંગ માટે ૧૮૧ મા કોલ કર્યો હતો.
એક બહેનની મદદ માટે સજ્જન વ્યક્તિનો કોલ આવતાની સાથે ૧૮૧ ટીમ બહેનની મદદ માટે રવાના થયેલ જેમાં સ્થળ પર પહોંચતાની સાથે સજ્જન વ્યક્તિનુ કાઉન્સિલિંગ કરેલ જેમાં સજ્જન વ્યક્તિએ જણાવેલ આ બહેન દોઢ કલાક થયા અમારી દુકાન પાસે બેઠેલા છે.જેમાં તે બહેન કહેતા હોય કે તેમની મગજની દવા ચાલુ છે અને ઘરનુ સરનામુ યાદ ન હોવાથી બહેનની મદદ માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇનમા કોલ કર્યો હતો.ત્યારબાદ બહેનનુ કાઉન્સિલિંગ કરેલ જેમાં બહેન એ જણાવેલ તેમના મમ્મી સામાજિક પ્રસંગ કારણોસર બહાર ગયા હોવાથી બહેનને પેપ્સી પીવાની ઈચ્છા થયેલ જેથી તે તેમના પિતાને પેપ્સી લેવા માટે દુકાન પર જાવ છુ એમ કહીને ઘરેથી પેપ્સી લેવા માટે નીકળી ગયેલા જેમાં ઘરનું સરનામુ ન મળતા દુકાન પાસે બેઠેલા હતા.
૧૮૧ ટીમએ બહેનનુ કાઉન્સિલિંગ કરી તેમનુ સરનામુ જાણવાનો પ્રયત્ન કરેલ જેમાં બહેનના સરનામાની જાણ થતાં ૧૮૧ ટીમ બહેનના ઘરે ગયેલ ત્યાં પહોંચી બહેનના પિતા અને ભાઈઓનુ કાઉન્સિલિંગ કરેલ જેમાં તેમણે જણાવેલ તે બહેનની શોધખોળ કરતા હોય બહેનની મગજની દવા ચાલુ હોય જેથી સરનામુ યાદ ન રહેતુ હોય જેથી ભુલા પળી જતા હોય જેમાં બહેનને તેમના પરિવારજનો સુધી પહોંછાડેલા હોવાથી પરિવારજનોએ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
