હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

હળવદના સાપકડા ગામે વાડીએ ઝેરી જીવજંતુ કરડી જતાં સાત વર્ષના બાળકનું મોત


SHARE

















હળવદના સાપકડા ગામે વાડીએ ઝેરી જીવજંતુ કરડી જતાં સાત વર્ષના બાળકનું મોત

હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારના સાત વર્ષના બાળકને કોઈ ઝેરી જીવજંતુ કરડી ગયું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ફરજ પરના ડોક્ટર તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના બજરંગગઢના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના સાપકડા ગામે સુરેશગીરી મનહરગીરીની વાડીએ રહીને મજૂરી કામ કરતા અમરભાઇ ચેતનભાઇ કાંડરા આદીવાસીના સાત વર્ષના બાળક સુમિતને વાડીએ રમતો હતો દરમિયાન કોઈ ઝેરી જીવજંતુ તેને કરડી જતા તેને તાત્કાલિક સારવાર માટે ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ફરજ પરના ડોક્ટર તે બાળકને જોઈ ત્પાસીને મૃત જાહેર કર્યો હતો અને હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને બનાવની જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરી છે.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ રાજેશકુમાર રણવીરસિંહ શર્મા (૨૪) નામના યુવાનને ત્યાં કારખાનામાં થયેલ મારા મારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા ત્યા તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.બી.પરમાર દ્વારા કરવામાં આવી હતી.

દવા પી લેતા સારવારમાં

મોરબી નજીકના નાની વાવડી ગામે આવેલ શિવ ગંગા સોસાયટીમાં રહેતા સરલાબેન મૂળજીભાઈ વાળા (૪૯) નામના મહિલાએ કોઈ કારણોસર દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવેલ છે અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ સબળસિંહ સોલંકી ચલાવી રહ્યા છે.




Latest News