મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામે રહેતા પરિવારની સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ


SHARE







મોરબીના ઘુંટુ ગામે રહેતા પરિવારની સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ

મોરબીના ઘુંટું ગામે રહેતા પરિવારની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું હતું જેથી ભોગ બનેલ પરિવારે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને આ ગુનામાં આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ મોરબીના સામાકાંઠા વિસ્તારના રહેવાસી અને હાલ મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામે રહેતા પરિવારની દિકરીને ગત તા.૩૦-૪ ના સવારના આઠેક વાગ્યાના અરસામાં લગ્નની લાલચે લલચાવી ફોસલાવીને બદકામના ઇરાદે શિવમ સામતભાઈ મોરવાડિયા જાતે કોળી રહે.મફતપરા વિદ્યુતનગર સોસાયટી પાસે સર્કિટ હાઉસની સામે સામાકાંઠે મોરબી-૨ વાળો અપહરણ કરી ગયો હતો જેથી ભોગ બનેલ સગીરાના પરિવારે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ મથકના પીઆઇ એમ.આર.મકવાણા દ્વારા આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસોની કલમ હેઠળ શિવમ કોળી વિરુદ્ધ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને આ ગુનામાં આરોપી શિવમ ઉર્ફે શિવલો સામતભાઈ મોરવાડિયા જાતે કોળી (૨૪) રહે. મફતપરા વિદ્યુતનગર સોસાયટી પાસે સર્કિટ હાઉસની સામે સામાકાંઠે મોરબી-૨ વાળાની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

બાળક સારવારમાં

મોરબીના કંડલા બાઇપાસ રોડ ઉપર દલવાડી સર્કલ નજીક રહેતા ભરત જોગીભાઈ વસુનીયા (૩) નામના બાળકને કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં રહેતો પ્રિન્સ સચિનભાઈ (૧૮) નામનો યુવાન મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સરકારી આવાસ યોજનાના કવાર્ટર સામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેને ઈજા થઈ હોવાથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.






Latest News