મોરબીના ઘુંટુ ગામે રહેતા પરિવારની સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ
મોરબી નજીક કારખાનામાં ઝઘડાનું સમાધાન કરવા ગયેલા યુવાનને માર મારવાના ગુનામાં ત્રણ પૈકીનાં બે હુમલાખોરોની ધરપકડ
SHARE









મોરબી નજીક કારખાનામાં ઝઘડાનું સમાધાન કરવા ગયેલા યુવાનને માર મારવાના ગુનામાં ત્રણ પૈકીનાં બે હુમલાખોરોની ધરપકડ
મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ કારખાનામાં મામાના દીકરાને થયેલ ઝઘડાનું સમાધાન કરવા માટે ગયેલા યુવાન ઉપર મહિલા સહિત ત્રણ વ્યક્તિઓએ ધોકા વડે હુમલો કર્યો હતો અને યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ યુવાનને મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને રાજકોટ ખાતે સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ગુનામાં પોલીસે હાલમાં બે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબી નજીકના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ કાર્બોલેન્ડ કારખાનામાં રહેતા ઘનશ્યામભાઈ રતનભાઇ ડામોર જાતે આદિવાસી (૨૪)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ક્રિષ્નાપાલ તેમજ કૃષ્ણપાલના પત્ની અને મોહિત નામના ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, ફરિયાદીના મામાના દીકરા મહેશને કારખાનામાં ઝઘડો થયેલ હતો જે બાબતનું સમાધાન કરવા માટે થઈને તે ગયો હતો અને દરમિયાન ત્રણેય આરોપીઓ દ્વારા તેને ગાળો આપવામાં આવી હતી અને આરોપીઓએ ફરિયાદી સાથે ઝઘડો કરીને તેને ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી જેથી ફરિયાદી યુવાનને માથામાં અને શરીરને ઇજાઓ થઈ હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને રાજકોટ ખાતે સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા મારામારીના આ બનાવમાં આરોપી કૃષ્ણકાંત લાલસિંહ મેણા સાબરીયા (૨૬) અને મોહિત ગોવિંદસિંહ મેણા સાબરીયા (૨૧) રહે. બંને કાર્બોલેન્ડ કોલના લેબર ક્વાર્ટરમાં ટિંબડી તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલની પાછળના ભાગમાં રહેતો અમન સિરાજભાઈ (૨૪) નામનો યુવાન મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદારબાગ પાસે પેટ્રોલ પંપ સામે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે ખૂંટિયો ઉતરતા બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જેથી કરીને યુવાનને ઇજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે.
સાપ કરડી જતાં સારવારમાં
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામે રહેતા નીપુદેવી મિતેશભાઇ તિવારી (૨૪) નામની મહિલાને સાપ કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળથી વધુ તપાસ મહેશભાઈ પટેલ ચલાવી રહ્યા છે.
