પાણી આપો, પાણી આપો: મોરબી કલેક્ટર કચેરીમાં રવાપરની પ્રમુખ સોસાયટીની મહિલાઓનો પાણી પ્રશ્ને હોબાળો
SHARE









પાણી આપો, પાણી આપો: મોરબી કલેક્ટર કચેરીમાં રવાપરની પ્રમુખ સોસાયટીની મહિલાઓનો પાણી પ્રશ્ને હોબાળો
મોરબીના રવાપર ગામે આવેલ પ્રમુખ સોસાયટીમાં છેલ્લા વીસેક દિવસથી પાણીના ધાંધીયા છે જેની અવારનવાર રજૂઆત કરવા છતાં પણ પાણીનો પ્રશ્ન ઉકેલતો નથી જેથી કરીને આ વિસ્તારોમાં રહેતા લોકો વેચાતા પાણીના ટેન્કર લઈને પોતાની જાતે પાણીનો પ્રશ્ન ઉકેલવો પડે છે ત્યારે મહિલાઓ સહિતના લોકો કલેક્ટર કચેરીએ પહોચ્યા હતા અને પાણી આપો પાણી આપોના નારા લગાવ્યા હતા ત્યારે હાર હંમેશની જેમ કલેકટરે લોકોને પાણી આપવાની ખાતરી આપીને રવાના કરી દીધા હતા
સામાન્ય રીતે ઉનાળામાં પાણીની માંગ વધુ રહેતી હોય છે જેથી કરીને પાણીનો પોકાર ન ઊઠે તે માટેનું આગોતરું આયોજન કરવાનું હોય છે પરંતુ મોરબી નજીકના રવાપર ગામે આવેલ પ્રમુખ સોસાયટી વિસ્તારમાં ૨૬ જેટલા એપાર્ટમેંટ આવેલા છે જેમાં પીવાનું પાણી નિયમિત રીતે આવતું નથી જેથી કરીને સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેવામાં આ સોસાયટીના મહિલાઓ સહિતના લોકોએ આજે જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને કલેક્ટરની ઓફિસની બાર અડિંગો જમાવીને પાણી આપો પાણી આપોના નારા લગાવ્યા હતા ત્યારે કલેકટરે લોકોને પાણી વહેલી તકે નિયમિત અને પૂરતા પ્રમાણમા આપવામાં આવશે તેવી સરકારી ખાતરી આપીને રવાના કરી દીધા હતા
રવાપર ગામે આવેલ પ્રમુખ સોસાયટીમાં રહેતા લોકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા વીસેક દિવસ કરતાં પણ વધુ સમયથી પાણી નિયમિત અને પૂરતા પ્રમાણમા આવતી નથી જેથી કરીને પાણી ન હોવાને કારણે ઘરના કામ કરવાથી લઈને લોકોને પીવાના પાણી માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ વિસ્તારમાં રહેતા લોકોને ના છૂટકે વેચાતા ટેન્કર માંગવીને પોતાના ઘરમાં પાણીના પ્રશ્નો ઉકેલવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સરકાર નળ ત્યાં જળ અને ઘર ઘર જળ ના જે સ્લોગો આપે છે તે ખોટા પુરવાર થતા હોય તેવો ઘાટ મોરબી નજીકના રવાપર ગામે જોવા મળી રહ્યો છે
છેલ્લા ઘણા દિવસોથી પાણીનો પ્રશ્ન હોવા છતાં પણ રવાપર ગ્રામ પંચાયત દ્વારા આ પાણીનો પ્રશ્ન ઉકેલવામાં આવતો નથી અને લોકોને પાણી માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજે સાવરે પહેલા મહિલાઓ સહિતના લોકો રવાપર ચોકડી આવેલ ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની ઓફિસે પહોચ્યા હતા ત્યારે તેની સમસ્યા ઉલેકવાના બદલે આંખ આડા કાન કરતા મહિલાઓ સહિતના લોકો રોષે ભરાયા હતા અને તમામ લોકો સીધા જ ત્યાંથી કલેકટર કચેરીએ પહોંચી ગયા હતા ત્યારે કલેક્ટર મિટિંગમાં હોવાથી મહિલાઓ દ્વારા લોબીમાં બેસીને પાણી આપો પાણી આપોના નારા લગાવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું
જો પ્રમુખ સોસાયટીની બાજુની સોસાયટીમાં પાણી આવતું હોય તો પછી આ વિસ્તારની અંદર પાણીનો પ્રશ્ન છે તે કેમ ઉકેલતો નથી તે સૌથી મોટો સવાલ છે અને આ પાણીનો પ્રશ્ન ક્યારે ઉકેલશે આ બે પ્રશ્નો અધિકારીને લોકોએ કર્યા હતા ત્યારે રાબેતા મુજબ સરકારી જવાબ વહેલી તકે આપને પાણી મળી જશે તેવી કલેકટરે ખાતરી આપી હતી અને લોકોને રાવના કરી દીધા હતા ત્યારે મોરબી જિલ્લાના સૌથી સમૃદ્ધ ગામ એવા રવાપર ગામની અંદર પણ પાણીની આવી પરિસ્થિતિ હોય તો મોરબી જિલ્લાના માળીયા તાલુકાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી નિયમિત રીતે મળતું હશે કે કેમ તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે
