પાણી આપો, પાણી આપો: મોરબી કલેક્ટર કચેરીમાં રવાપરની પ્રમુખ સોસાયટીની મહિલાઓનો પાણી પ્રશ્ને હોબાળો
મોરબીના રવાપર રોડે ઉમિયાનગર-વીસીપરામાં લોકોને પાણી માટે વલખાં !
SHARE









મોરબીના રવાપર રોડે ઉમિયાનગર-વીસીપરામાં લોકોને પાણી માટે વલખાં !
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ઉમિયાનગર અને વીસીપરા વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી પાણીના ધાંધીયા છે અને આ બાબતે ઉમિયાનગર વિસ્તારના લોકોએ ગ્રામ પંચાયતમાં તેમજ વીસીપરાના લોકોએ નગરપાલિકામાં એક નહીં પરંતુ અનેક વખત નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી આપવા માટે રજૂઆતો કરી છે તેમ છતાં પણ લેખિત અને મોખિત રજૂઆતોની સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે જેથી લોકોને પીવાના પાણી માટે થઈને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ બંને વિસ્તારમાંથી મહિલાઓ સહિતના લોકો મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને મોરબીના રવાપર પાસે આવેલ ઉમિયાનગર તથા મોરબીના વીસીપરામાં નિયમિત રીતે અને પૂરતા પ્રમાણમાં લોકોને પીવાનું અને ઘરવપરાસનું પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે ખાસ કરીને વીસીપરા વિસ્તારની અંદર પાણીના ટેન્કર હાલમાં ચાલી રહ્યા છે તેમાં વધુ પ્રમાણમાં પાણીના ટેન્કરો દોડવામાં આવશે તેવી કલેકટર દ્વારા ખાતરી આપવામાં આવી હતી તેમજ રવાપર રોડ ઉપર આવેલ ઉમિયાનગરમાં પાણીનો પ્રશ્ન છે તે ઉકેલાઈ જાય અને લોકોને સમયસર પાણી મળે તેના માટે ત્યાં જરૂરી ઘટતી કાર્યવાહી કરવા માટે થઈને પાણી પુરવઠા વિભાગ અને પંચાયતને કહેવામાં આવશે તેવું અધિકારીએ કહ્યું હતું જોકે, આ બંને વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ક્યારે ઉકેલાશે તે તો આગામી સમય જ બતાવશે
