મોરબી જીલ્લામાં ઈ-મેમો બાકી હોય તેને રૂપિયા ભરી દેવા: ૨૨ જૂને લોક અદાલતનું આયોજન
SHARE









મોરબી જીલ્લામાં ઈ-મેમો બાકી હોય તેને રૂપિયા ભરી દેવા: ૨૨ જૂને લોક અદાલતનું આયોજન
મોરબીમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા વાહન ચાલકોને ઇ-મેમો આપવામાં આવે છે જો કે, ઇ-મેમો ભરવાની દરકાર ઘણા વાહન ચાલકો દ્વારા લેવામાં આવતી નથી જેથી મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ તથા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, દિલ્હીના નેજા હેઠળ આગામી તા. ૨૨ જૂન ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું છે
મોરબીમાં જે વાહન ચાલકને ઈમેમો ભરવાનો બાકી છે તેને ટ્રાફિક શાખા રૂમ નં-૧૧ પોલીસ અધિક્ષકની કચેરી મોરબી જિલ્લા સેવા સદન કેમ્પસ સો-ઓરડી સામે મોરબી, મોરબી પોલીસ ચોકી ઉપરના માળે છોટાલાલ પેટ્રોલ પમ્પની બાજુમાં શનાળા રોડ મોરબી-૧, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન, હળવદ પોલીસ સ્ટેશન, ટંકારા પોલીસ સ્ટેશન, માળીયા મિયાણા પોલીસ સ્ટેશન અને બીજો માળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ડિસ્ટ્રિક્ટ કોર્ટ મોરબી ખાતે રૂબરૂ આવીને તા. ૨૨ જૂન સુધીમાં અથવા તે પહેલાં ઈમેમો ભરી શકાશે. તેમજ ઓનલાઈન ઈ-મેમો ચેક કરવા અથવા ભરવા માટે પ્લે સ્ટોર પરથી VISWAS નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. અથવા https://echallanpayment.gujarat.gov.in લિંક પરથી ઓનલાઈન પેમેન્ટ કરી શકાશે. તેમજ ઈ-મેમો બાબતે કોઈ પ્રશ્ન હોય તો ટેલીફોન નં. ૦૨૮૨૨ ૨૪૨૬૨૪ અથવા ઈ-મેઈલ ccc-morbi@gujarat.gov.in ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે
