મોરબી જીલ્લામાં ઈ-મેમો બાકી હોય તેને રૂપિયા ભરી દેવા: ૨૨ જૂને લોક અદાલતનું આયોજન
મોરબીના તળાવિયા સનાળા નજીક કારખાનાના પોલીસિંગ મશીનમાં આવી જવાથી યુવાનનું મોત
SHARE









મોરબીના તળાવિયા સનાળા નજીક કારખાનાના પોલીસિંગ મશીનમાં આવી જવાથી યુવાનનું મોત
મોરબી તાલુકાના તળાવિયા સનાળા ગામ નજીક આવેલ સિરામિક કારખાનામાં કામગીરી દરમિયાન પોલીસિંગ મશીનમાં આવી જવાથી યુવાનનું મોતનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે ગોકુળિયામાં રહેતા જસ્મીનભાઈ પ્રવીણભાઈ નાયકપરા (૨૪) નામનો યુવાન મોરબી તાલુકાના તળાવિયા સનાળા રોડ ઉપર આવેલ રોલજા ગ્રેનેટો એલએલપી નામના સિરામિકના કારખાનામાં કામગીરી કરી રહ્યો હતો ત્યારે રાત્રે પોણા બાર વાગ્યાના અરસામાં કારખાનામાં પોલિસીંગ મશીનમાં આવી જવાના કારણે તે યુવાનનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને ધર્મેન્દ્રભાઈ વિનોદભાઈ નાયકપરા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે
એસિડ પી લીધું
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રાધા પાર્ક સોસાયટી શ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા કાજલબેન હસમુખભાઈ રાઠોડ (૨૨) નામની મહિલાએ કોઈ કારણોસર એસિડ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી
મારા મારીમાં ઇજા
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટમાં પરસોતમ ચોક પાસે રહેતા અનિતાબેન લક્ષ્મીકાંત પાંડે (૨૮) નામની મહિલાને મારામારીના બનાવમાં ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યારે બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી
