મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલમાં ગણતંત્ર પર્વ ઉજવાયો મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી. શાખા દ્વારા નાઈટ-ડ્રાઈવ યોજાઈ મોરબી જિલ્લામાં RBSK ડૉ. અમિત ઘેલાણી-ડૉ.શિતલ જાનીનું કરાયું સન્માન મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે એક શામ શહીદો કે નામ: કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે પ્રજાસતાક પર્વ ઉજવાયો મોરબી જીલ્લામાં જીવામૃત-પ્રાકૃતિક ખેતીના ટેબ્લો નિદર્શન દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડવા કરાયો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીમાં રમતા રમતા આંચકી ઉપાડવાથી બાળકનું મોત


SHARE











મોરબીમાં રમતા રમતા આંચકી ઉપાડવાથી બાળકનું મોત

મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલ પચ્ચીસ વારિયામાં રહેતા પરિવારનો માસુમ બાળક ત્યાં ખાલી કેનાલમાં રમતો હતો અને રમતા રમતા તેને આંચકી ઉપાડતા તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે બાળકને જોઈ તપાસીને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે પચ્ચીસ વારિયામાં રહેતા દિનેશભાઈ છગનભાઈ ભાભર જાતે આદિવાસી (૩૦)નો દીકરો છોટુ ઉર્ફે રોહિત દિનેશભાઈ ભાભર જાતે આદિવાસી (૮) પોતાના ઘરની પાસે આવેલ ખાલી કેનાલમાં રમતો હતો ત્યારે રમતા રમતા તેને આંચકી ઉપાડતા તાત્કાલિક તેને સારવાર માટે રિક્ષામાં બેસાડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

મોરબીમાં આવેલ રામકૃષ્ણનગરમાં કુળદેવી પાન પાસે રહેતા નેહાબેન નવઘણભાઈ ડુંગરા (૨૩)  નામની મહિલાને તેના પતિએ માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ એલ.આર. ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી






Latest News