મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ નજીક પાવર હાઉસ સામેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઓળખ મેળવવા તજવીજ


SHARE







વાંકાનેરના માટેલ નજીક પાવર હાઉસ સામેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઓળખ મેળવવા તજવીજ

વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં 66 કેવીના પાવર હાઉસની સામે કોઈ અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો હતો જે અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. અને મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસે નોંધ કરીને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વીરપર ગામે રહેતા અને ખેતી કામ કરતા વાઘજીભાઈ કુકાભાઈ ડાંગરોચા જાતે કોળી (57)એ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી કે, માટેલ ગામની સીમમાં આવેલ 66 કેવીના સબ સ્ટેશન સામે કોઈ અજાણ્યા 35 થી 40 વર્ષના યુવાનનો મૃતદેહ પડ્યો છે. અને ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ શરૂ કરી છે. અને આ અંગેની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એ.આર.બોરાણી ચલાવી રહ્યા છે.

બે ટ્રક વચ્ચે અકસ્માત

મોરબી તાલુકાના જીંજુડા ગામે રહેતા પરસોતમભાઈ ચતુરભાઈ લાલવાણી (23) નામનો યુવાન ટ્રક લઈને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ બરવાળા ગામની ગોળાઈ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રાત્રિના નવ વાગ્યાના અરસામાં અન્ય ટ્રક સાથે તેનો ટ્રક અથડાતા અકસ્માત થયો હતો. જેમાં પરસોત્તમભાઈને ઇજા થઈ હતી જેથી કરીને તેને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી.






Latest News