મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે ઘરમાંથી 50 બોટલ દારૂ સાથે આરોપીની ધરપકડ


SHARE











મોરબીના રાજપર ગામે ઘરમાંથી 50 બોટલ દારૂ સાથે બુટલેગરની ધરપકડ

મોરબી તાલુકાના રાજપર ગામે રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી. જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી. ત્યારે સ્થળ ઉપરથી દારૂની 50 બોટલ મળી આવી હતી. જેથી પોલીસે 18,750 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. અને આરોપીની ધરપકડ કરી હતી. તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે મોરબી તાલુકાના રાજપર ગામે જુના ગામના ઝાંપા વાડી શેરીમાં રહેતા જયદીપભાઇ જીલરીયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી. ત્યારે ઘરમાંથી દારૂની 50 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 18,750 ની કિંમત નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી જયદીપભાઇ જીવણભાઈ જીલરીયા જાતે બોરીચા (24) રહે. રાજપર જૂના ગામના ઝાંપા વાળી શેરી રાજપર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો? તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

વરલી જુગાર

મોરબીમાં આવેલ ઝવેરી શેરી પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી. જેને આધારે પોલીસે ત્યાં વરલી જુગારની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે 210 રૂપિયાની રોકડ કબજે કરીને આરોપી દિનેશભાઈ ચત્રભુજભાઇ કારીયા જાતે લોહાણા (60) રહે. ઘંટીયાપા ગ્રીનચોક પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News