મોરબીમાં વેપારીઓએ દુકાની બહાર પથરા કરેલા માલ સમાનને કમિશનરની હાજરીમાં જપ્ત કરાયો મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાંથી ડીઝલની ચોરી કરવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ મોરબીની કોર્ટમાં ચાલી ગયેલા ચેક રિટર્નના બે કેસમાં વેપારીનો નિર્દોષ છુટકારો મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ ત્રણ વર્ષની બાળકીનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબીના પીપળી નજીક કારખાનાના કવાર્ટરમાં અજુગતું પગલું ભરી ગયેલ પરિણીતા સારવારમાં મોરબીમાં સગીરોને વાહન આપતા વાલીઓ માટે લાલબતી: બાઇક સ્લીપ થવાથી બે બાળકોને ગંભીર ઇજા મોરબીના આમરણ પાસે વીજપોલ ઉપર કામ કરવા ચડેલા યુવાનનું ઇલેક્ટ્રીક શોર્ટ લાવવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જિલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે


SHARE











મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જિલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે

મોરબી જિલ્લામાં ૧૫ ઓગસ્ટ મોરબી જિલ્લાના જિલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વની પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ૯:૦૦ કલાકે કરવામાં આવનાર છે. સમગ્ર જિલ્લામાં રાષ્ટ્રીય પર્વની રંગે-ચંગે ઉજવણી કરવા માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.

જિલ્લા કક્ષાના કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય તે માટે મંડપ, ડેકોરેશન અને રોશની, પીવાનું પાણી, બેઠક વ્યવસ્થા, વૃક્ષારોપણ, પરેડ, ફ્લેગ માર્ચ, ગ્રાઉન્ડ રાષ્ટ્રધ્વજ, ધ્વજ પોલ, બેરીકેટ, સાઉન્ડ સિસ્ટમ, પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય વ્યવસ્થાઓ, ડાયસ, નિમંત્રણ કાર્ડ વગેરે વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંબંધીત વિભાગોને સૂચના આપવામાં આવી હતી

લોકોમાં રાષ્ટ્રભક્તિ જાગે તે માટે રાષ્ટ્રીય પર્વ અંગે વધુમાં વધુ પ્રસાર પ્રચાર થાય, સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિ તેમજ યોગાને સવિશેષ મહત્વ આપવામાં આવે, રાષ્ટ્રભક્તિના પર્વમાં જિલ્લામાંથી વધુને વધુ લોકો સહભાગી બને, સ્વતંત્રતા પર્વ પૂર્વે જિલ્લામાં વિવિધ સ્થળોએ રાષ્ટ્ર ભક્તિની થીમ સાથે નિબંધ ચિત્ર વકૃત્વ વગેરે સ્પર્ધાઓ યોજાય અને આ ૧૫મી ઓગસ્ટના રોજ રાષ્ટ્ર ભક્તિનો આ કાર્યક્રમ ભવ્યાતિભવ્ય બને અને લોકો માટે હંમેશા માટે યાદગાર બની રહે તે પ્રકારનું આયોજન કરવા કલેક્ટરએ સૂચના આપેલ છે.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, જિલ્લા પુરવઠા અધિકારી સંદિપ વર્મા, નાયબ કલેક્ટર સુબોધકુમાર દુદખીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.ડી. કુગસિયા, જિલ્લા આયોજન અધિકારી વી.બી. માંડલિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ સહિત સબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News