ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસિયાની સીમમાં રેડ : ૨૭,૮૪૦ બોટલ દારૂ સાથે એક પકડાયો, ૫ ની શોધખોળ ચાલુ


SHARE

















વાંકાનેરના પંચાસિયાની સીમમાં રેડ : ૨૭,૮૪૦ બોટલ દારૂ સાથે એક પકડાયો, ૫ ની શોધખોળ ચાલુ


વાંકાનેર તાલુકા પોલીસએ બાતમી આધારે પંચાસીયા ગામની સીમમાં રેડ કરી હતી.ત્યારે દારૂનું કટીંગ કરવાની વેતરણમાં રહેલ ટ્રક પકડાયો હતો અને રેકીમાં રહેલ કાર ભાગી ગયેલ અને ટ્રકનો ડ્રાઇવર પણ ભાગી ગયેલ.જોકે સાથે રહેલ એક ઈસમ પકડાઈ ગયો હતો.હાલમાં રૂ.૫૬.૬૩ લાખનો દારૂનો જથ્થો પકડી પાડીને વાંકાનેર તાલુકા પોલીસે બાકીના પાંચને અને અન્ય કોઈ મદદગારીમાં સામેલ હોય તો તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

વાંકાનેર તાલુકા પોલીસ પીએસઆઇ એલ.એ.ભગરા અને સ્ટાફના ચમનભાઈ ચાવડા, સંજયસિંહ જાડેજા અને અજયસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે વાંકાનેરના પંચાસીયા ગામની સીમમાં વાંકીયાથી જડેશ્વર જતા કાચા રસ્તા ઉપર ગુલમહમદ બ્લોચની વાડીના ગેઈટ પાસે રેડ કરતા દારૂનો જથ્થો ભરેલ અશોક લેલેન્ડ બંધ બોડીનો ટ્રક રજી.નંબર આરજે ૧૮ જીસી ૮૯૪ મળી આવ્યો હતો જેમાં દારૂની નાની મોટી કુલ મળીને ૨૭,૮૪૦ બોટલો કિંમત રૂ.૫૬,૬૩,૧૦૦ નો દારૂ મળી આવ્યો હતો. દારૂ, ટ્રક તથા અન્ય મુદ્દામાલ મળીને રૂ.૮૦,૬૩,૧૦૦ ના મુદ્દામાલ સાથે સ્થળ ઉપરથી યાસીનભાઈ રહીમભાઈ સમા રહે.રાજકોટ દૂધની ડેરી પાસે ફારૂકી મસ્જિદ નજીક ગામેતી હોલની બાજુમાં વાળાને પકડવામાં આવ્યો હતો.

બાદમાં યાસીન સમા, ભાગી છૂટેલ ટ્રક ડ્રાઈવર, દારૂનો જથ્થો મોકલનાર, દારૂ મંગાવનાર જાવીદ કરીમભાઇ કાથરોટીયા રહે.રાજકોટ અને સાહીદ ઉર્ફે ચકો ઉમરભાઇ ચાનીયા રહે.કાલીકા પ્લોટ મોરબી અને પાયલોટીંગ કરવામાં સાથે રહેલ કારમાં ભાગી ગયેલ ઈસમ સામે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. રેડની કામગીરી પીએસઆઈ એલ.એ.ભરગા, ક્રિપાલસિંહ ચાવડા, ચમનભાઇ ચાવડા, અરવીંદભાઇ બેરાણી, ભીખુભાઇ વાળા, રૂતુરાજસિંહ જાડેજા, મહેશદાન ઇસરાણી, સંજયસિંહ જાડેજા, વિજયભાઇ ડાંગર, રવીભાઇ કલોત્રા, દીનેશભાઇ લોખીલ તથા લોકરક્ષક અજયસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

મોરબીના ભવાનીચોકમાં જુગાર રમતા પકડાયા

મોરબી એ ડીવીજન પોલીસએ ભવાનીચોકમાં રેડ કરીને જાહેરમાં જુગાર રમતા ૭ ને પકડી પડ્યા હતા.પોલીસએ  બાતમીને આધારે ભવાનીચોકમાં રેડ કરી ત્યારે ત્યા ઈમરાન ઉમરભાઈ પઠાણ, ઓસમાણભાઈ ગનીભાઈ દાવલીયા, આશીફભાઈ દિલાવરભાઈ પઠાણ, પરેશભાઈ મનહરલાલ ઠાકર, ઈમરાનભાઈ યુનુસભાઈ દાવલીયા, યુનુસભાઈ જુમાભાઈ દાવલીયા અને ફિરોજભાઈ જુસબભાઈ દાવલીયા જુગાર રમતા મળી આવતા રોકડા રૂપિયા નવ હજાર જપ્ત કરી તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.




Latest News