વાંકાનેરના પંચાસિયાની સીમમાં રેડ : ૨૭,૮૪૦ બોટલ દારૂ સાથે એક પકડાયો, ૫ ની શોધખોળ ચાલુ
ટંકારા મામલતદાર કચેરી પાસે જૂની અદાવતનો રોષ રાખીને હુમલો
SHARE









ટંકારા મામલતદાર કચેરી પાસે જૂની અદાવતનો રોષ રાખીને હુમલો
મોરબી જિલ્લાના ટંકારા ખાતે મામલતદાર કચેરી નજીક મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં રાજકોટની મહિલાના ભાઈએ કરેલ ફરિયાદનો રોષ રાખીને મહિલા તથા અન્ય સાહેદો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
હાલમાં ટંકારા પોલીસ મથક ખાતે ભોગ બનેલા જસુબેન લખનભાઇ પ્રેમજીભાઇ સોઢા ભીલ (ઉ.વ.૩૪) ઘરકામ રહે.રાજકોટ કોઠારીયા રોડ રામજી મંદીર પાસે કનૈયા ચોક તા.જી.રાજકોટ વાળાએ સામાવાળા નવધણભાઇ નવીનભાઇ ગોહીલ, કાનો નવીનભાઇ ગોહીલ, ભોલો કાનાભાઇ ગોહીલ અને મનસુખભાઇ નવીનભાઇ ગોહીલ રહે.બધા તીલકનગર ટંકારા સામે ફરિયાદ નોંધાવીને પોલીસને જણાવ્યું હતું કે તેઓ અને સહેદો ઉપર ટંકારા મામલતદાર કચેરી પાસેના તીલકનગર વિસ્તારમાં હુમલો કરાયો હતી.જસુબેનના ભાઇ દિનેશભાઇને અગાઉ સામાવાળાઓની સાથે ઝધડો થતા ફરીયાદ કરેલી હતી. તે બાબતનો ખાર રાખીને જસુબેન તથા સાહેદો શેરીમા બેઠા હતા ત્યારે આરોપીઓ ગાળો બોલતા બોલતા નીકળતા સાહેદ જડીબેનએ તેઓને ગાળો બોલવાની ના પાડી હતી.જે વાત આરોપીઓને સારી ન લાગતા એકદમ ઉશ્કેરાઇ જઇને જસુબેન તથા સાહેદ જડીબેન ઉપર લાકડાના ધોકકા વડે હુમલો કર્યો હતો અને જડીબેનને માથાના ભાગે ધારીયાનો ધા મારી દેતા ટાંકા આવે તેવી ઇજા કરી હતી. તેમજ સાહેદ માનુબેનને પણ માથાના ભાગે લાકડાનો ધોકો મારતા તેમને પણ ટાંકા આવે તેવી ઇજા થયેલ હતી.તેમજ મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે સ્ટાફના એસ.બી.સીદીકી આગળની તપાસ ચાલવી રહ્યા છે.
તાલુકા અને જિલ્લા સ્વાગત કાર્યક્રમ રદ
મોરબી જિલ્લામાં વરસાદી માહોલના પગલે ૨૮ ઓગસ્ટે યોજાનાર તાલુકા સ્વાગત અને ૨૯ ઓગસ્ટે યોજાનાર જિલ્લા સ્વાગત કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે.હાલ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મોરબી જિલ્લામાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે.જેથી વહીવટી તંત્ર દ્વારા વિવિઘ કામગીરી કરવામાં આવી રહી છે.આ વરસાદી માહોલના પગલે મોરબી જિલ્લામાં ૨૮ ઓગસ્ટના રોજ તાલુકા કક્ષાએ યોજાનાર તાલુકા સ્વાગત તથા ૨૯ ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાએ યોજાનાર સ્વાગત કાર્યક્રમ હાલ બંધ રાખવામાં આવેલ છે.
