મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

મોરબી: મોરબી-કચ્છ વચ્ચે આવેલ નેશનલ હાઇવે તૂટી જતા રીપેરીંગ કામ શરૂ કરાયું


SHARE













મોરબી: મોરબી-કચ્છ વચ્ચે આવેલ નેશનલ હાઇવે તૂટી જતા રીપેરીંગ કામ શરૂ કરાયું

હાઇવે પર રહેલા નાના વાહનોને પસાર કરાવી રોડ રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું, રોડ પર પડેલા મોટા ગાબડા રીપેરીંગ કર્યા બાદ રોડની એક સાઈડ શરૂ કરી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવશે

મોરબી થી કચ્છ તરફ જવાનો નેશનલ હાઇવે છેલ્લા 26 કલાકથી બંધ હતો આ હાઈવે ઉપર મચ્છુ નદીના પાણી ફરી વળ્યા હતા જેથી કરીને રોડના ભુક્કા બોલી ગયા છે અને આ રોડ વહેલા વહેલી તકે ચાલુ કરવામાં આવે તે માટે થઈને રાજ્યના કેબિનેટ મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ નેશનલ હાઈવે રોડની વિઝીટ કરી હતી ત્યારે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ હતો જેથી કરીને ડેમ ઓવરફ્લો થઈ ગયા છે અને નદી નાલા પણ છલકાઈ ગયા છે ત્યારે જો વાત કરીએ મોરબીના મચ્છુ એક, મચ્છુ બે અને મચ્છુ ત્રણ ડેમ ઓવરફ્લો થવાના કારણે મચ્છુ નદીનું પાણી મોરબી થી કચ્છ તરફ જવાના નેશનલ હાઈવે રોડ ઉપર ફરી ગયુ હતું અને ચાર ફૂટ જેટલું પાણી નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થતું હતું અને ગઈકાલે સવારે 10 વાગ્યાથી પાણીનું વહેણ નેશનલ હાઈવે રોડ ઉપર આવી ગયું હતું અને આજે બપોરના 12 વાગ્યે પણ હજુ અડધા ફૂટ જેટલું પાણી નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થઈ રહ્યું છે અને લગભગ 26 કલાક જેટલા સમય સુધી નેશનલ હાઈવે રોડ ઉપરથી પાણીનો પ્રવાહ પસાર થયો હોવાના કારણે નેશનલ હાઈવે રોડના ભુકા બોલી ગયા છે અને મોટા ગાબડા પડી ગયા છે જેથી કરીને એક સાઈડનો રોડ તૂટી ગયો છે જોકે એક સાઇડની સિંગલ પટ્ટી સલામત હોય ત્યાંથી નાના વાહનો વહેલા વહેલી તકે પસાર થઈ શકે તે માટે સ્થળ ઉપર વિઝીટ માં આવેલા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયા દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે આ તકે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના અધિકારીઓને પદ અધિકારીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા અને આજ સાંજ સુધીમાં કોઈ પણ સંજોગોમાં ગઈકાલે સવારથી બંધ થયેલ નેશનલ હાઈવે રોડને શરૂ કરવા માટે થઈને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે જેથી તંત્ર રોડને ચાલુ કરાવવા માટે કામે લાગ્યું છે.




Latest News