મોરબી: મોરબી-કચ્છ વચ્ચે આવેલ નેશનલ હાઇવે તૂટી જતા રીપેરીંગ કામ શરૂ કરાયું
મોરબીની પીપળીયા ચોકડીએ સોનીની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા
SHARE









મોરબીની પીપળીયા ચોકડીએ સોનીની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા
મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ શોપિંગમાં વરસાદનો ગેરલાભ ઉઠાવીને સોનીની દુકાનમાં ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા છે.
પીપળીયા ચાર રસ્તા પાસે આવેલા અંબિકા જવેલર્સ નામની દુકાનમાં ચાંદીની વસ્તુ આશરે રૂ.40,000 ની કિંમતના ઘરેણાંની ચોરી ગયા છે.તથા સોનું રાખવાની તેજુરી તોડવાનો પ્રયાસ કર્યો હતો પણ તે તૂટી નહી જેથી મોટી ચોરી અટકી હતી.સીસીટીવી કેમેરો નજરમાં આવતા દુકાનનાં 3 કેમેરા તોડીને અને શટર તોડીને આશરે 80 હજાર જેવી નુકસાની કરી હતી.તેમ લુટાવદરનાં દુકાન માલિક સોની ધીરૂભાઈએ જણાવેલ છે.હાલ પોલીસ સહિત અન્ય તંત્ર વરસાદની સામે આયોજન અને ફસાયેલા લોકોને બચાવવામાં અને અન્ય કામમાં રોકાયેલ હોય તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે.?!
