મોરબી જીલ્લામાં ખાણ ખનીજ વિભાગનું ચેકિંગ, 6 વાહનોને પકડવામાં આવ્યા મોરબીમાં વાલ્મીકિ જયંતિએ ભીમસરમાં હનુમાન ચાલીસા પઠન કેન્દ્રનો શુભારંભ મોરબીમાં ઘરેણાં-રોકડ ભરેલું પર્સ મૂળ માલિકને પરત અપાવતી પોલીસ મોરબીના લાલપર ગામ પાસેથી દારૂ-બિયરની 10 બોટલ સાથે 2 પકડાયા મોરબીમાં દીકરાની સારવાર માટે વ્યાજે રૂપિયા લેનાર યુવાનને ધમકી આપનારા વ્યાજખોરની ધરપકડ મોરબીમાં લોહાણા વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી પોલીસને ન આપતા ત્રણ સ્પા-આઠ હોટલ સહિત 18  સામે ગુના નોંધાયા વાંકાનેરમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા આરોપી સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખાણ ખનીજ વિભાગનું ચેકિંગ, 6 વાહનોને પકડવામાં આવ્યા


SHARE













મોરબી જીલ્લામાં ખાણ ખનીજ વિભાગનું ચેકિંગ, 6 વાહનોને પકડવામાં આવ્યા

મોરબી જીલ્લામાં ખાણ ખનીજ વિભાગની ટીમો બનાવીને મોરબી જીલ્લામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન છ વાહનોમાં અનઅધિકૃતપણે ખનીજ પરિવહન થતું હોવાનુ સામે આવતા તેઓ વિરુદ્ધ દંડ વસૂલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખાણ ખનીજ વિભાગના અધિકારી જગદીશભાઈ વાઢેર પાસેથી મળતી માહિતી પ્રમાણે, જેમાં ઘુંટુ ગામની પાસેથી  ડમ્પર નંબર GJ-36-V-4872 સાથે ડ્રાઈવર વિનોદ છેલાભાઇ વાંઝા મળી આવતા માલિક કિશનભાઈ પટેલ વિરુદ્ધ સાદી રેતીની ખનીજ ચોરી, ડમ્પર નંબર GJ-10-TY-9720 સાથે ડ્રાઈવર નવઘણ પ્રવીણભાઈ પરમાર રહે.વિદ્યુતનગર મોરબી મળી આવતા તેના માલિક જયેન્દ્રસિંહ ઝાલાના વાહનને ચાઇના કલેની ખનીજ ચોરી માટે, જયારે લાલ માટી ભરેલ વાહન નંબર GJ-36-V-8317 સાથે ડ્રાઈવર બ્રિજેશ મનુભાઈ ગોસ્વામી રહે.ધમલપર વાંકાનેર મળી આવતા માલિક ગોપાલભાઈ આલના વાહનને લાલમાટી ચોરી સબબ તેમજ મોરબીના શનાળા રોડ ઉપરથી મળી આવેલ વાહન નંબર  GJ-10-TY-3912 સાથે ડ્રાઈવર ક્રિપાલસિંહ પરમાર રહે.તમાચણ જામનગર મળી આવતા માલિક વિરભદ્રસિંહ જાડેજાના વાહનને સાદીરેતી માટે, વાહન નંબર GJ-10-TY-8622 પીન્ટુભાઇના વાહનને સાદી રેતી ચોરી બાબતે અને ડમ્પર નંબર GJ-10-TY-9850 સાથે ડ્રાઈવર પ્રહલાદ ચૌધરી મળી આવતા વાહન માલિક સામે સાદીરેતીની ખનીજ ચોરી મામલે વાહનો પકડીને સંલગ્ન પોલીસ મથકમાં વાહનો મુકાવીને ખનીજ વિભાગના નિયમ હેઠળ દંડ વસૂલવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News