મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભ-2025 માં મોડેલ સ્કૂલ-મોટીબરારના વિદ્યારથીઓનો દબદબો


SHARE













મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભ-2025 માં મોડેલ સ્કૂલ-મોટીબરારના વિદ્યારથીઓનો દબદબો
 
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ- ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી-મોરબી આયોજિત જિલ્લા કક્ષાના કલા મહાકુંભ -2025 ની ઉજવણી નવયુગ સંકુલ વિરપર ખાતે કરવામાં આવી હતી જેમાં જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓએ  ભાગ લીધો હતો અને તેમાં મોડેલ સ્કૂલ મોટીબરારના 6 વિદ્યાર્થીઓએ ચિત્રકામ, વકતૃત્વ સ્પર્ધા, નિબંધલેખન,એકપાત્રીય અભિનય અને કાવ્ય લેખન સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં મોડેલ સ્કૂલ- મોટી બરારના વિદ્યાર્થીઓનો દબદબો  જોવા મળ્યો હતો વધુમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે, વક્તૃત્વ સ્પર્ધા પ્રથમ ક્રમે કાનગડ તેજસ્વી વિક્રમભાઈ, એકપાત્રિય અભિનયમાં પ્રથમ ક્રમે ડાંગર કાજોલ ભાવેશભાઈ, ચિત્રકલા દ્વિતીય ક્રમે ધોળકિયા વિશ્વા વિપુલભાઈ, કાવ્ય લેખનમાં દ્વિતીય ક્રમે ડાંગર ભક્તિબેન દિપકભાઈ, નિબંધ લેખનમાં દ્વિતીય ક્રમે ઝાલા નીલાક્ષી મનસુખભાઇ અને સર્જનાત્મક કારીગરીમાં તૃતીય ક્રમે મુલાડીયા વિધિ મનસુખભાઇ વિજેતા બનેલ છે. આ તમામ વિદ્યાર્થીઓને મોડેલ  સ્કૂલ મોટીબરારના આચાર્ય બી.એન.વિડજા તથા શાળા પરિવાર દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.




Latest News