મોરબી જલારામ ધામ-જલારામ સેવા મંડળ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે ૨૮૫ દીવંગતોનુ અસ્થિઓનું સામૂહિક વિસર્જન કરાયું મોરબીમાં ઘરમાં જુગાર રમતા 7 શખ્સોની 25,500 ની રોકડ સાથે ધરપકડ માળીયા (મી)ના મોટા દહીસરા ગામનો બનાવ: કૌટુંબિક ભાઈએ પ્રેમલગ્ન કરતાં યુવતીના પિતા સહિત 8 શખ્સોએ યુવાનનું અપહરણ કરીને માર માર્યો મોરબીમાં જૂના મનદુખનો ખાર રાખીને દંપતીને ચાર મહિલા સહિત કુલ 5 લોકોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઇકો ગાડીનો ઓવરટેક કરવાની વાતનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુ-પાઇપ વડે માર માર્યો મોરબીમાં રહેતા મુમુક્ષુ વિધીબેન મહેતાનો ગૃહ ત્યાગ: 1 ફેબ્રુઆરીએ દીક્ષા અંગીકાર કરશે ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો, સ્કૂલબેગનું વિતરણ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં હાથ ઉછીના લીધેલા રૂપિયા ચૂકવવા આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમનો દંડ 


SHARE











મોરબીમાં હાથ ઉછીના લીધેલા રૂપિયા ચૂકવવા આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમનો દંડ 

મોરબીમાં હાથ ઉછીના લીધેલા રૂપિયા ચૂકવવા માટે 4 લાખનો ચેક આપેલ હતો જે ચેક રીર્ટન થયો હતો જેથી કરીને મોરબીની કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી જે કેસ ચાલી જતાં આરોપીને એક વર્ષની કેદની સજા અને ડબલ રકમનો દંડ વ્યાજ સહિત ચુકવવાનો કોર્ટે હુકમ કર્યો છે.

આ કેસની હકીકત એવી છે કે ફરીયાદી જીગરકુમાર અતૃતલાલ દરજી તથા આરોપી રમેશભાઈ વાલજીભાઈ ચૌધરી બંને મહેસાણાના વતની હતા. અને બંન્ને વર્ષો થયા એક બીજાને સંબંધ હતા. જેથી આરોપી રમેશભાઈએ ફરીયાદી જીગરભાઈ તથા તેના માતા પાસેથી વર્ષ 2012-16 દરમ્યાન ટુકડે ટુકડે 20.50 લાખ હાથ ઉછીના લીધા હતા ત્યારબાદ સમય વીતતા ફરીયાદીને રકમની જરૂરીયાત પડતા ફરીયાદીએ આરોપી પાસેથી રકમની માંગણી કરી હતી જેથી આરોપીએ કહ્યું હતું કે, અમો તમોને ટુકડે ટુકડે ચુકવી આપીશ તેવો વિશ્વાસ આપેલ હતો જેથી આ મુજબ ફરીયાદી તથા આરોપી વચ્ચે સમજૂતી કરાર થયેલ અને તે કરાર મુજબ આરોપીએ ચાર ચેક ફરીયાદીને આપેલ હતા તે ચેક પૈકી એક ચેક ચાર લાખનો તા 25/6/19 નો આપેલ હતો જે ફરીયાદી દ્વારા તેઓની બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો જેથી જીગરભાઈ દ્વારા નોટીશ આપેલ છતા આરોપીએ રકમ ચુકવણી કરેલ ન હતી જેથી ફરીયાદી જીગરભાઈએ આરોપી સામે ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી અને આ કેસ ચાલી જતા ફરીયાદ પક્ષે રજુ કરાયેલ પુરાવો તથા દલીલ તેમજ રજુ કરાયેલ ચુકાદાઓ ધ્યાને લઈને મોરબીના ત્રીજા એડી.ચીફ.જયુડી.મેજી. જજ સાહેબ દ્વારા આરોપી રમેશભાઈ વાલજીભાઈ ચૌધરીને એક વર્ષની કેદની સજા અને બમણી રકમ આઠ લાખનો  દંડ તથા ફરીયાદીને ફરીયાદ કર્યાની તારીખથી ૯ ટકા વ્યાજ વળતર પેટે ચુકવી આપવાનો હુકમ કર્યો છે અને જો વળતર ચુકવવામાં કસુર કરવામાં આવે તો 90 દિવસની વધુ કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં ફરીયાદી જીગરભાઈ દરજી તરફે મોરબીના વકીલ મયુર પી.પુજારા રોકાયેલ હતા.






Latest News