માળીયા (મી)ના મોટા દહીસરા ગામે વાડીએ યુવાને અણધાર્યું પગલું ભર્યું
મોરબી શહેર-તાલુકામાં જુગારની ત્રણ રેડ: 7 શખ્સોને પકડીને કાર્યવાહી
SHARE
મોરબી શહેર-તાલુકામાં જુગારની ત્રણ રેડ: 7 શખ્સોને પકડીને કાર્યવાહી
મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુગારની જુદી જુદી ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને સાત શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ રકમ સાથે તેની ધરપકડ કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબી તાલુકાના આમરણ ગામે રોડ ઉપર આવેલ બજરંગ હોટલ સામે વોકળામાં બાવળની જાળીમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા યાસીનમિયા દોલુમિયા બુખારી (54), તોફિક અશરફભાઈ બુખારી (29) અને કાદરમીય મજીદમીયા બુખારી (44) રહે. બધા આમરણ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 10,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
મોરબીમાં સર્કિટ હાઉસની સામે કુળદેવી પાનની પાછળના ભાગમાં માફાતિયાપરામાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા રાકેશભાઈ ભુપતભાઈ સકેરા (20) રહે. સર્કિટ હાઉસ સામે મફતિયાપરામાં મોરબી, પ્રતાપભાઈ સવજીભાઈ દેલવાણીયા (28) રહે. હળવદ રોડ આઈટીઆઈ પાછળ મોરબી અને વિજયભાઈ પરસોત્તમભાઈ વડોદરિયા (19) રહે. સનાળા વાળા મળી આવતા પોલીસે 1200 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
મોરબી તાલુકાના જુના ઘુટુ રોડ ઉપર આવેલ સીમ્પોલો સીરામીકની સામેના ભાગમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સુનિલભાઈ રાજુભાઈ વાઘેલા (21) રહે. લાલપર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 310 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે