મોરબી શહેર-તાલુકામાં જુગારની ત્રણ રેડ: 7 શખ્સોને પકડીને કાર્યવાહી
મોરબીના ઘૂટું પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને ગંભીર ઇજા: પગમાં ચાર ફ્રેકચર
SHARE
મોરબીના ઘૂટું પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને ગંભીર ઇજા: પગમાં ચાર ફ્રેકચર
મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઘૂટું ગામ પાસે ત્રણ રસ્તા નજીકથી યુવાન પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદી યુવાનને ડાબા પગના ઘુટણ પાસે ત્રણથી ચાર ફેક્ચર થયા હતા અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી યુવાનને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
હળવદ તાલુકાના નવા અમરાપર ગામના રહેવાસી અને હાલમાં કડીયાણા ગામે રહેતા રવિભાઈ નવઘણભાઈ ગોલતર (23)એ હાલમાં ટ્રક નંબર જીજે 12 બીવી 1478 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબી તાલુકાના ઘૂટું ગામ પાસે આવેલ ત્રણ રસ્તા નજીકથી તે પોતાનું બાઈક નંબર જીજે 36 એસ 6131 લઈને આંદરણા ગામ પાસે આવેલ સેલોજા સીરામીક કારખાના ખાતે જઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેના બાઈકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીને ડાબા પગના ઘૂટણ પાસે ત્રણથી ચાર ફેક્ચર થયેલ હતા જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.