મોરબીના ઘૂટું પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને ગંભીર ઇજા: પગમાં ચાર ફ્રેકચર
પારકી પળોજણ: મોરબી નજીક હિન્દી ભાષી વ્યક્તિ સાથે માથાકૂટ કરનારને રોકનાર યુવાનને ધોકા વડે માર મારનાર શખ્સ પકડાયો
SHARE
પારકી પળોજણ: મોરબી નજીક હિન્દી ભાષી વ્યક્તિ સાથે માથાકૂટ કરનારને રોકનાર યુવાનને ધોકા વડે માર મારનાર શખ્સ પકડાયો
મોરબીના બેલા ગામ નજીક પોલો સર્કલ પાસે દુકાને બેઠેલા મિત્ર પાસે યુવાન ગયો હતો ત્યારે ત્યાં હાજર રહેલ એક શખ્સ હિન્દી ભાષી વ્યક્તિ સાથે બોલાચાલી કરતો હતો જેથી યુવાને તેને બોલાચાલી કરવાની ના પાડી હતી જે બાબતનો ખાર રાખીને યુવાનને સામે વાળાએ લાકડીના ધોકા વડે ડાબા પગમાં મારમારીને ઇજા કરી હતી તથા ધક્કો મારીને નીચે પાડી દેતા યુવાનને ફેક્ચર જેવી ઈજા થયેલ હતી જેથી ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ હાલમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.
મૂળ જામનગર જિલ્લાના તળસાઈ ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ એસ્ટોનિયા સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા ભરતભાઈ એભાભાઈ મોકરિયા (42) એ હાલમાં વિશાલભાઈ કેશુભાઈ સાવલિયા રહે. મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, બેલા ગામ નજીક આવેલ પોલો સર્કલ પાસે ઈંડા વાળાની દુકાન નજીક ફરિયાદીના મિત્ર બેઠેલ હતો ત્યાં ફરિયાદી યુવાન ગયો હતો અને ત્યારે આરોપી વિશાલભાઈ એક હિન્દી ભાષા સાથે ત્યાં બોલાચાલી કરતો હતો જેથી ફરિયાદીએ તેને બોલાચાલી કરવાની ના પાડી હતી જે બાબતનો ખાર રાખીને વિશાલભાઈએ ફરિયાદીને લાકડીના ધોકા વડે ડાબા પગમાં મારમાર્યો હતો અને નીચે પાડી દઈને ફેક્ટર જેવી ઈજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં આરોપી વિશાલભાઈ કેશુભાઈ સાવલિયા રહે. ભાગ્ય લક્ષ્મી સોસાયટી મોરબી વાળાને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.