મોરબીના રફાળેશ્વર-જાંબુડીયા વચ્ચે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને ઉડાવ્યું: બે ઇજાગ્રસ્ત સારવારમાં
SHARE
મોરબીના રફાળેશ્વર-જાંબુડીયા વચ્ચે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને ઉડાવ્યું: બે ઇજાગ્રસ્ત સારવારમાં
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર અને જાંબુડીયા પાસે સર્વિસ રોડ ઉપર ઓવરબ્રિજ પાસેથી ડબલ સવારી એક્ટિવા પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રક ચાલકે તે એકટીવાને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં એકટીવા ઉપર જઈ રહેલ બંને વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ઇજા પામેલા આધેડે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ ટંકારાના મોટા રામપરના રહેવાસી અને હાલમાં લીલાપર રોડ ઉપર જય ભારત કારખાનાની સામે ભંગારના ડેલામાં રહેતા કેશુભાઈ નટુભાઈ વિકાણી (54)એ ટ્રક નંબર જીજે 12 એયુ 8910 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર રફાળેશ્વર અને જાંબુડીયા વચ્ચે સર્વિસ રોડ પાસે ઓવરબ્રિજ નજીક થી તેઓ એકટીવા નંબર જીજે 36 એએમ 6476 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓની સાથે એકટીવા ઉપર વેરસીંગભાઇ પણ બેઠેલ હતા અને તેઓના ડબલ સવારી એકટીવાને ટ્રક ચાલકે હડફેટ લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીને છાતીના ભાગે પાંસળીમાં ફેક્ચર થયેલ છે તથા ડાબા પગમાં ગંભીર ઇજા થઈ છે જ્યારે સાહેદ વેરસીંગભાઇને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.