મોરબીના રફાળેશ્વર-જાંબુડીયા વચ્ચે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને ઉડાવ્યું: બે ઇજાગ્રસ્ત સારવારમાં
મોરબીમાંથી પાંચ ચાઈનીઝ ફીરકી સાથે વેપારી યુવાન પકડાયો
SHARE
મોરબીમાંથી પાંચ ચાઈનીઝ ફીરકી સાથે વેપારી યુવાન પકડાયો
મોરબીના વિસીપરામાં રોહીદાસપરા મેન રોડ ઉપર ગુજરાત સોસાયટીના નાકા પાસે પોલીસે રેડ કરી હતી ત્યારે પાંચ ચાઈનીઝ ફીરકી સાથે વેપારી યુવાન મળી આવેલ હતો જેથી પોલીસે ચાઇનીઝ પાંચ ફીરકી કબજે કરી હતી અને આરોપીને પકડીને તેની સામે કલેક્ટરના જાહેરનામા ભંગનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મકરસંક્રાંતિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મકરસંક્રાંતિ ઉપર ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવાથી અબોલ જીવને નુકસાન થાય છે એટલું જ નહીં પરંતુ રાહદારીઓને વાહન ચાલકોને પણ નુકસાન થતું હોય તેવી ઘટનાઓ અગાઉ સામે આવી ચૂકી છે જેથી કલેકટર દ્વારા ચાઈનીઝ દોરીનો ઉપયોગ, સંગ્રહ અને વેચાણ ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે જોકે તેમ છતાં પણ ચાઈનીઝ દોરીનું ક્યાંકને ક્યાંક વેચાણ થતું હોય છે દરમિયાન મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરા મેન રોડ ઉપર ગુજરાત સોસાયટીના નાકા પાસે પોલીસે રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી પ્રતિબંધિત પાંચ ચાઈનીઝ ફીરકીઓ મળી આવી હતી જેથી પોલીસે 1,000 ની કિંમતની ચાઈનીઝ ફીરકીઓ કબજે કરી હતી અને આ શખ્સે વેચાણ કરવા માટે થઈને ચાઈનીઝ ફિરકીઓ પોતાની પાસે રાખી હોવાનું સામે આવતા પોલીસે વિજયભાઈ મગનભાઈ રાઠોડ (40) રહે. વીસીપરા ગુજરાત સોસાયટી શેરી નં-2 મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.