ગાંધીધામથી જામનગર ઘરે જઈ રહેલા યુવાનને રસ્તામાં કાળનો ભેટો: માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
SHARE
ગાંધીધામથી જામનગર ઘરે જઈ રહેલા યુવાનને રસ્તામાં કાળનો ભેટો: માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
મૂળ જામનગરનો રહેવાસી અને કચ્છના ગાંધીધામ ખાતે ખાનગી બેંકમાં નોકરી કરતો યુવાન બાઇક લઈને પોતાના વતનમાં જઈ રહ્યો હતો દરમિયાન માળિયા તાલુકાના ચાચાવદરડા ગામ નજીક વળાંકમાં તેના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનુ મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જામનગરમાં આવેલ માટેલ ચોક પાસે રાજ રાજેશ્વરી સોસાયટી શેરી નં-6 માં રહેતા હેમેન્દ્રસિંહ ભીખુભા જાડેજા (57)એ હાલમાં ટ્રક નંબર જીજે 10 ટીવાય 0063 ના ચાલક સામે માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેમનો દીકરો દુષ્યંતસિંહ હેમેન્દ્રસિંહ જાડેજા (23) પોતાનું બાઈક નંબર જીજે 10 ડીપી 0298 લઈને માળીયા (મી) તાલુકાના ચાચાવદરડા ગામ પાસેથી માળીયા જામનગર હાઇવે રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપી ટ્રક ચાલકે વળાંકમાં ફરિયાદીના દીકરાના બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના દીકરા દુષ્યંતસિંહને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવાન ગાંધીધામ ખાતે ખાનગી બેંકમાં નોકરી કરતો હતો અને ત્યાંથી તે પરત પોતાના ઘરે જઈ રહ્યો હતો દરમિયાન રસ્તામાં આ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત નિપજ્યું છે અને મૃતક યુવાનના દસેક મહિના પહેલા જ લગ્ન થયા હતા તેવું તેના પરિવારજન પાસેથી જાણવા મળેલ છે.