મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

ગુજરાત એસ.ટી.માં ઓવરલોડ તથા ઓવર એજ બસો બંધ કરો : પી.પી.જોષી


SHARE















ગુજરાત એસ.ટી.માં ઓવરલોડ તથા ઓવર એજ બસો બંધ કરો : પી.પી.જોષી

મોરબીના જાગૃચ નાગરીક તેમજ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ રાજયના મુખ્યમંત્રીને પત્ર લખીને રજુઆત કરેલ છે. જેમાં જણાવેલ છેકે, ગુજરાત એસ.ટી.માં નિયત કરતા વધારે મુસાફરોની હેરાફેરી થાય છે.આ પ્રથા ફકત ગુજરાતમાં જ છે.અન્ય રાજયમાં ઓવર એજ બસો કે ઓવરલોડ મુસાફર ભરતા નથી.અન્ય રાજયોમાં બીજી બસોની સુવિધા પણ કરવામાંં આવે છે.

ગુજરાત એસ.ટી.માં ઓવરલોડ તથા ઓવર એજ બસોને કારણે મુસાફરોની સુરક્ષા ઉપર જોખમ રહે છે જે પ્રથા બંધ કરવી જોઈએ તેમજ એસ.ટી.ના ઘણા રૂટમાં કંડકટર ચોવીસ કલાક ફરજ બજાવે છે.જેને કારણે અવાર નવાર અકસ્માત થાય છે અને એસ.ટી.ને કરોડો રૂપીયા કલેમ પેટે ચુકવવા પડે છે તે પણ વ્યાજબી નથી.જેથી કરીને ડ્રાઈવર કંડકટરને વધુમાં વધુ આઠથી દસ કલાકની નોકરી આપવી જોઈએ તેમની લાંબોરૂટ હોય તો વચ્ચમાં કોઈપણ ડેપોમાં કયુચેન આપવું જોઈએ આ પ્રથા ઘણી જુની છે.જયારે પ્રથા ચાલુ હતી.આજે સત્તત ડ્રાઈવર ચોવીસ કલાક ફરજ બજાવે છે તો તે થાકી જાય છે અને તેને સમયસર આરામ મળતો નથી અને છેલ્લે અકસ્માત થાય છે.જેમાં મહામુલી જીંદગીથી હાથ ધોઇને મુસાફર જનતાએ મોતને શરણે થવુ પડે છે અને એસ.ટી.ને કલેમ ચુકવવો પડે છે.તો નિયમનુસાર ડ્રાઈવરને છ કલાકનો આરામ મળતો નથી જેથી આવા બનાવો બને છે.આવા સૌરાષ્ટમાં ધણા રૂટ છે જેમ કે દાહોદ-ગોધરા, ધોઘંબા-મોરબી, છોટા ઉદેપુર-બારીયા, મોરબી-વેરાવળ, દીવ, કોડીનાર, ભુજ ડેપોની પણ ધણી બસો સતત ૨૦ કલાકથી વધારે ફરજ બજાવે છે જે નિગમને તથા પ્રજાને નુકશાનકારક છે.તો વહેલી તકે આવી બસોને કયુચેન આપવુ જોઈએ એવી માંગણી પી.પી.જોષીએ કરેલ છે.






Latest News