ટંકારામાંથી 4 ચાઈનીઝ ફીરકી સાથે એક પકડાયો: વાંકનેરના માટેલ રોડેથી 1 ચાઈનીઝ ફીરકી સાથે એક પકડાયો
તારા પતિને મારી નાખીને જેલમાં જતો રહીશ: મોરબીના જાંબુડિયા ગામે રહેતી પરિણીતાને ધમકી
SHARE
તારા પતિને મારી નાખીને જેલમાં જતો રહીશ: મોરબીના જાંબુડિયા ગામે રહેતી પરિણીતાને ધમકી
મોરબીના જાંબુડીયા ગામે રહેતા યુવાન સાથે ફરતા તેના મિત્ર તેના ઘરે ઝઘડા કરતો હતો જે બાબતે યુવાન તેને ચડામણી કરતો હોવાની વહેમ રાખીને યુવાનના ઘર પાસે તેના મિત્રનો ભાઈ આવ્યો હતો અને ત્યાં યુવાનની પત્ની અને માતા સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી તેમજ લાફા માર્યા હતા અને મારા ભાઈ ભેગા ફરવું નહીં, નહીં તો તારા પતિને મારી નાખીને જેલમાં જતો રહીશ તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા મહિલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે રહેતા જ્યોતિબેન કમલેશભાઈ ખરા (24)એ વિજયભાઈ બાબુભાઈ વિંજવાડીયા રહે. જાંબુડીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીનો ભાઈ પ્રકાશ ફરિયાદીના પતિ સાથે ફરતો હતો અને આરોપીના ઘરમાં ઝઘડા કરતો હતો જેથી તેને ફરિયાદીના પતિ દ્વારા ચડામણી કરવામાં આવતી હોવાનો વહેમ રાખીને આરોપીએ ફરિયાદીના ઘરે શેરીમાં આવીને ફરિયાદીને ગાળો આપી હતી અને ફરિયાદી તથા તેના સાસુ સાથે મારામારી અને જપજપી કરીને લાફા માર્યા હતા દરમિયાન ફરિયાદીના પતિ ઘરમાં સૂતેલ હોય ત્યાંથી જાગીને બહાર આવતા તેને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને ઝઘડો કર્યો હતો અને મારા ભાઈ ભેગા ફરવું નહીં તેમ કહીને ફરિયાદીના પતિને મારીને જેલમાં જતો રહીશ તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.