ગુરુ શંકરાચાર્ય દશનામ ગોસ્વામી સમાજ સેવા રાષ્ટ્રીય સમિતિ દ્વારા મોરબી જીલ્લા સંગઠનની રચના કરાઇ
મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા બ્રહ્મસમાજ માટે શરદપૂનમની ઉજવણી કરાશે
SHARE
મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા બ્રહ્મસમાજ માટે શરદપૂનમની ઉજવણી કરાશે
મોરબીમાં બ્રહ્મસમાજની મહિલાઓ અને બહેનો માટે મોરબીના પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદપૂનમની રાતે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના કેશવ પાર્ટી પ્લોટ ખાતે શરદપૂનમની ઉજવણી કરવામાં આવશે
મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શરદપૂનમની રાતે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૨૮/૧૦ ને શનિવારના રોજ બ્રહ્મસમાજના પરિવાર માટે લીલાપર કેનાલ રોડ નજીક આવેલા કેશવ પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના તમામ બ્રહ્મ સમાજના પરિવારોને સાંજે આઠ કલાકે ત્યાં આવવા માટે અને રસગરબાની રમઝટ બોલાવવા માટે તેમજ દુધપૌવાની પ્રસાદી અને અલ્પાહાર લેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદ પૂનમનું આયોજન બ્રહ્મસમાજના પરિવારો માટે કરવામાં આવે છે તેમાં સંખ્યાને ધ્યાનમાં રાખી આ વખતે કેશવ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે તેવું મોરબીના પરશુરામ યુવા ગ્રુપના તમામ સભ્યો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે