કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી બી ડિવિઝન પોલીસે શકમંદ ઇસમને પકડીને પોકેટકોપ એપ્લિકેશનથી સર્ચ કરતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ચોરી ખુલી


SHARE













મોરબી બી ડિવિઝન પોલીસે શકમંદ ઇસમને પકડીને પોકેટકોપ એપ્લિકેશનથી સર્ચ કરતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ચોરી ખુલી

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ઘુંટુ રોડ ઉપરથી નીકળેલા શંકાસ્પદ ઇસમને અટકાવી તેની પાસે રહેલ બાઈકના કાગળ માગવામાં આવ્યા હતા જોકે તેની પાસે બાઈકના કોઈ આધારભૂત કાગળ ન હોય પોલીસે એન્જિન-ચેસીસ નંબર અને બાઈક નંબર આધારે પોકેટકોપ એપ્લિકેશનમાં સર્ચ કરતા આ બાઈક અન્યના નામે બોલતુ હોય અને તે બાઈક એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં નાસ્તા ગલીમાંથી ચોરાયું હોય મૂળ મધ્યપ્રદેશના અને હાલ લાલપર ગામે રહેતા પરપ્રાંતિય શખ્સની ચોરાઉ વાહન સાથે ધરપકડ કરી હતી અને આ બાબતે એ ડિવિઝનમાં જાણ કરી હતી.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ પી.એ.દેકાવાડીયાની સુચનાથી સ્ટાફના ભગવાનભાઇ ખટાણા, મદારસિંહ મોરી, નરેન્દ્રભારથી ગૌસ્વીમી, વિજયભાઈ મુળુભાઈ, ચંદ્રસિંહ કનુભાઈ, ભરતભાઈ આપાભાઈ, કલ્પેશભાઈ અમરશીભાઈ, બ્રિજેશભાઈ જેસંગભાઈ, રમેશભાઈ રાયધનભાઈ, પ્રદીપસિંહ બહાદુરસિંહ, ધર્મેન્દ્રભાઈ મગનભાઈ, કિર્તીસિંહ બહાદુરસિંહ, શક્તિસિંહ કિશોરસિંહ, યોગેશદાન ગઢવી સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી.ત્ દરમિયાન જુના ઘૂટું રોડ પર વાહન ચેકિંગ સમયે ઘૂટું ગામ બાજુથી એક બાઈક લઈને પસાર થયેલ અને અગાઉ વાહન ચોરીમાં પકડાયેલ શંકાસ્પદ ઇસમને અટકાવીને તેની પાસે રહેલ બાઈકના આધાર પુરાવા માંગતા તે શખ્સ ગલ્લાં તલ્લાં કરવા લાગતા પોલીસે બાઇક નંબર જીજે ૩૬ પી ૦૦૮૮ અંગે ઈ ગુજકોપ પોકેટકોર એપ્લીકેશનમાં સર્ચ કરતા આ બાઈક બીપીનચંદ્ર ગોરધનભાઈ રાચ્છ રહે.વર્ધમાન સોસાયટી રવાપર રોડના નામે હોવાનું ખુલ્યું હતું.

જેથી બાઇક નંબર જીજે ૩૬ પી ૦૦૮૮ સાથે મળી આવેલ અને અગાઉ પણ વાહન ચોરીના ગુનામાં પકડાઇ ચુકેલા ગજુભાઈ જાલમભાઇ દેવડા (ઉ.વ.૨૨) હાલ રહે.શ્યામ હોટલ પાસે લાલપર મોરબી મૂળ રહે.પીઠમપુરા તા.પારા જી.જાંબુવા એમપી વાળાને ઝડપી લઈને સઘન પૂછપરછ કરતા ગજુ દેવડાએ જણાવ્યું હતુ કે, મોરબી નગર દરવાજા પાસે આવેલ નાસ્તા ગલીમાંથી તેણે બાઈક ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.જેથી ચોરાઉ બાઈક કબ્જે લઈને આગળની વધુ તપાસ માટે સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

બાળકને ઈજા

મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલા જેપુર ગામે રહેતા પરિવારના સાવનભાઈ માવી નામનો નવ વર્ષનો બાળક ગામમાં રમતો હતો ત્યારે અજાણ્યા બાઇકની હેડફેટે ચડી જતા તેને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના બંધુનગર ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા ગોલુભાઇ કનૈયાલાલ માંગીયા નામના ૨૭ વર્ષના યુવાનને સાપ કરડી જતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.






Latest News