મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઈન્ડિયન લાયોનેસ ક્લબ- રોટરી ક્લબ દ્વારા કેન્સર નિદાન કેમ્પ યોજાયા


SHARE









મોરબીમાં ઈન્ડિયન લાયોનેસ ક્લબ- રોટરી ક્લબ દ્વારા કેન્સર નિદાન કેમ્પ યોજાયા

હાલમાં સ્ત્રીઓમાં ગર્ભાશય તેમજ સ્તન કેન્સરના કેસ સતત વધી રહ્યા છે ત્યારે જાગૃતા માટે મોરબીમાં ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦૦૦ રૂપિયા જે ટેસ્ટ કરવા માટે થાય છે તે ટેસ્ટ નિ:શુલ્ક કરવામાં આવ્યા હતા અને આ કેમ્પ બહેનોએ લાભ લીધો હતો અને આ કેમ્પને સફળ બનાવવા માટે ક્લબના પ્રમુખ મયૂરીબેન કોટેચા, પ્રોજેક્ટના દાતા નીલાબેન છનીયારા તેમજ મયુર હોસ્પિટલના સંચાલકોએ જહેમત ઉઠાવી છે આવી જ રીતે મોરબીમાં રોટરી ક્લબ દ્વારા બે દિવસીય નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ સ્વ.નલીનભાઇ છનીયારાની પ્રેરક યાદમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રોટરી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન સંચાલિત અદ્યતન મોબાઈલ કેન્સર ડીટેકશન સ્પે. લેબોરેટરીવાનમાં તજજ્ઞો દ્વારા નિશુલ્ક જરૂરી તબીબી પરીક્ષણ અને લેબોરેટરી ટેસ્ટ, રિપોર્ટ કરી નિદાન કરવામાં આવ્યા હતા આ કેમ્પને સફળ બનાવવા રોટરી ક્લબ ઓફ મોરબીનાં પ્રેસિડેન્ટ સોનલ શાહ, પાસ્ટ પ્રેસિડેન્ટ બંસી શેઠ, અશોકભાઈ મહેતા, હરેશભાઈ, રાજવીરસિંહ સરવૈયા, અબ્બાસ લાકડાવાલા, સુરેશભાઈ ગોસ્વામી, રેવિન આશર સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી તેમજ સ્વ.નલિનભાઈ છનિયારા પરિવારનાં મોભી પ્રદીપભાઈ છનીયારા, નીલાબેન નલીનભાઇ છનીયારા અને સમગ્ર છનીયારા સહિતના હાજર રહ્યા હતા




Latest News