મોરબીમાં ઈન્ડિયન લાયોનેસ ક્લબ- રોટરી ક્લબ દ્વારા કેન્સર નિદાન કેમ્પ યોજાયા
મોરબીના બેલા (આ) ગામેથી જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો
SHARE
મોરબીના બેલા (આ) ગામેથી જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો
મોરબી તાલુકા વિસ્તારમાં બેલા (આમરણ) ગામે એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે રહેણાંક મકાનના પાછળના ભાગે ચેક કરવામાં આવ્યું હતું ત્યારે બાવળની કાંટ પાસેથી ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે તેને પકડીને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
બનવાની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી પોલીસ કામ કરી રહી છે ત્યારે એસઓજીના પીઆઇ એમ.પી. પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે જુવાનસિંહ ભરતસિંહ રાણા, આશીફભાઇ રહીમભાઇ ચાણકીયાને બાતમી મળેલ હતી કે, બેલા ગામે રહેતો હુશેનભાઇ નરાલીભાઇ જામ જાતે મીયાણા (૩૫) જેને આછા ગુલાબી કલરનો શર્ટ તથા બ્લુ જીન્સ પેન્ટ પહેરેલ છે. તેના મકાનની પાછળ બાવળની કાંટ પાસે એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે બેઠેલ છે. જેથી પોલીસે ત્યાં જઈને તેને પકડીને તેની પાસેથી બે હજારની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે









