મોરબીમાં વર્ષ-૨૦૧૨ ના મારામારીના કેસમાં બે નો નિર્દોષ છુટકારો
મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ પાસે સામસામે મારામારી બાદ ફરીયાદો નોંધાતા પોલીસ તપાસ શરૂ
SHARE






મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ પાસે સામસામે મારામારી બાદ ફરીયાદો નોંધાતા પોલીસ તપાસ શરૂ
મોરબીના કંડલા હાઇવે ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ પાસે સમાધાનની વાત કરીને બોલાવવામાં આવ્યા બાદ મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા.બાદમાં સામસામે ફરિયાદો નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.
મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ જોન્સનગરમાં રહેતા અમિત દિલીપભાઈ સારલા (ઉમર ૨૦) નામના યુવાનને કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સારવારમાં ખસેડાયો હતો.સારવાર લીધા બાદ તેણે એ ડિવિઝન પોલીસ મથક ખાતે રૂદ્રસિંહ દરબાર રહે.લાયન્સનગર નવલખી રોડ, સુદા પટેલ રહે.રણછોડનગર નવલખી રોડ અને વીરૂ દરબાર રહે.લાયન્સનગર વીસીપરા પાસે સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, જૂની અદાવાદનો રોષ રાખીને રૂદ્રસિંહ દરબારે ગાળો આપી હતી અને ઢિકાપાટુ વડે માર માર્યો હતો તેમજ સુદા પટેલે પણ ઢીકાપાટુ વડે માર્યો હતો જ્યારે વીરૂ દરબારે પાઇપ વડે માર માર્યો હતો.હાલ આ બનાવ અંગે અમિત સારલાની ફરિયાદ ઉપરથી રૂદ્રસિંહ દરબાર, સુધા પટેલ અને વીરૂ દરબાર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.જેની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા ચલાવી રહ્યા છે.
જ્યારે સામેના પક્ષેથી વીરૂ દરબાર ઉર્ફે વિરેન્દ્રસિંહ મૂળરાજસિંહ ઝાલા (૨૪) ધંધો કાર એસેસરીઝ રહે.લાયન્સનગર જલારામ એપાર્ટમેન્ટ સામે નવલખી રોડ મોરબીએ અમિત દિલીપ સારલા રહે.જોન્સનગર લાતી પ્લોટ પાસે તેમજ તેની સાથેના બે અજાણ્યા ઈસમો એમ ત્રણની સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત તા.૧૯-૫ ના રાત્રીના નવેક વાગ્યે શનાળા કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ નજીક મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં સામેવાળા અમિત સારલાએ તેઓને ગાળો આપી હતી.જેથી ગાળો દેવાની ના કરતા સામેવાળા અમિત તથા તેની સાથેના બે શખ્સોએ વિરેન્દ્રસિંહ ઝાલાને તથા તેમની સાથેના સાહેદોની સાથે ઝપાઝપી કરી હતી અને ઢીકાપાટુ વડે મારામારી કરી હતી.જે અંગે વળતી ફરિયાદ નોંધની તે બનાવની પણ એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરીને તપાસ કરાવવામાં આવી રહી છે.
સુરત એલસીબીએ અપહરણના ગુનામાં આરોપીને ભોગ બનનાર સાથે મોરબીમાંથી દબોચ્યો
મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સુરત એલસીબીની ટીમે અપહરણના બનાવમાં ભોગ બનેલ યુવતીને આરોપી સાથે મોરબી ખાતેથી શોધી કાઢ્યા હતા.વધુમાં મોરબી તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે સુરત એલસીબીની ટીમ તેઓને મળેલ બાતમીને આધારે મોરબી આવી હતી અને અહીં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં સર્ચ કરવામાં આવ્યું હતું અને ત્યાં તેઓના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં ભોગ બનેલ યુવતી તથા આરોપી પ્રથમેશ પ્રવીણભાઈ મારૂ રહે.પ્લોટ નંબર-૨૯૦ ગલી નંબર-૧ આસપાસનગર લીંબાયત સુરત વાળાની સાથે મોરબી ખાતેથી મળી આવેલ હોય આગળની તપાસ માટે બંનેને હસ્તગત કરીને સુરત લઈ જવામાં આવ્યા હતા.


