મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ પાસે સામસામે મારામારી બાદ ફરીયાદો નોંધાતા પોલીસ તપાસ શરૂ
મોરબીમાં રિસામણે બેઠેલ પત્ની પાસે દિકરીને મળવા ગયેલ યુવાન ઉપર સાળાએ કર્યો છરી વડે હુમલો
SHARE






મોરબીમાં રિસામણે બેઠેલ પત્ની પાસે રહેલ દિકરીને મળવા ગયેલ યુવાન ઉપર સાળાએ છરી વડે કર્યો હુમલો
મોરબીમાં રિસામણે બેઠેલ પત્ની પાસે રહેલ દિકરીને મળવા માટે ગયેલા યુવાનને તેના જ સાળાએ જેમાં ફાવે તેમ બોલીને છરીના ઘા ઝીંકિ દીધા હતા અને સાળાએ તેના બનેવીને મારી નાંખવાની ધમકી આપેલ હતી.જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ તેના સાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે.જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટમાં રહેતા ફરિયાદી મહમદરફીકભાઈ અબ્દુલભાઇ સેડાતે (૪૦) એ કાદરભાઇ રઝાકભાઈ ભટ્ટી રહે.મિલન પાર્ક સોસાયટી ક્રિષ્નાપાર્ક વાવડી રોડ મોરબી વાળાની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.જેમાં તેઓએ જણાવ્યુ છે કે, દોઢેક માસથી તેમની પત્ની સલમાબેન લીલાપર રોડ ઉપર હોથીપીરની દરગાહ પાસે તેના પિતાના ઘેર ચાલી ગઈ હતી જેથી ફરિયાદી ત્યાં તેમની ૬ વર્ષની દીકરીને મળવા માટે જતા હતા.તા.૨૦-૫ ના રોજ રાતે ૧૨ વાગ્યે તેઓ તેમની દિકરીને મળવા માટે ગયા હતા.ત્યારે વાવડી રોડ ઉપર રહેતો તેનો સાળો આરોપી કાદર રજાકભાઈ ભટ્ટી ત્યાં આવતા તેને ફરિયાદીને જેમફાવે તેમ બોલી અહીં શુકામ આવો છો..? અહીં આવવું નહિ..? તેવું કહીને ગાળો આપતો હતો ત્યારે ફરિયાદીએ તેને આવું વર્તન નહિં કરવા સમજાવતા આરોપીએ ઉશ્કેરાઇ જઇને તેની પાસે રહેલ છરી કાઢીને આડેધડ ત્રણ ઘા તેના જ બનેવીને માથામાં કાનના ઉપરના ભાગે મારી દીધા હતા.ત્યારે ફરિયાદીનો દિકરો અને અન્ય લોકો ત્યાં આવી જતાં આરોપી ત્યાંથી ચાલ્યો ગયો હતો અને ફરિયાદીને જતા જતા જાનથી માર નાંખવાની ધમકી આપી હતી. જેથી કરીને ફરિયાદએ સારવાર લીધા બાદ તેના જ સાળાની સામે મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
પ્રેમ સંબંધ મામલે થયેલ સામસામે મારામારીમાં બે ની ધરપકડ
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં યુવાનને માર મારવામાં આવ્યો હતો અને બાદમાં તે યુવાનના ભાઈ સહિત બે વ્યક્તિઓએ મોરબીના વાવડી રોડ ઉપર આવેલા ગણેશનગર વિસ્તારમાં સામાવાળાઓના ઘરે જઈને મારામારી કરી હતી.જે બનાવમાં બંને તરફેથી સામ સામે ફરિયાદો નોંધાવવા પામી હતી.આ કેસની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા હોય ઉપરોક્ત મારામારીના બનાવમાં તેઓએ વિશાલ સુરેશભાઈ ઝીંઝુવાડીયા (૨૭) રહે.લાતી પ્લોટ શેરી નંબર-૬ તેમજ સંજય લવજીભાઈ અગેચાણીયા (૨૯) રહે.નવલખી રોડ ધુતારી વાડી પાસેની અટકાયત કરી હતી.જોકે જે ગુનામાં સાત વર્ષથી ઓછી સજા હોય તેમાં કોર્ટનો હુકમ હોય કે ધરપકડ ન કરવી તેથી ઉપરોક્ત બંનેને નોટિસ આપીને પોલીસ દ્વારા જામીન મુક્ત કરવામાં આવ્યા હતા.
વાવડી રોડ ખાતે મારામારી
મોરબીના વાવડી રોડ ઉપર રહેતા મુકેશભાઈ ભનાભાઈ દેલવાડીયા જાતે દેવીપુજક નામનો ૩૩ વર્ષનો યુવાન મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગણેશનગર વિસ્તાર પાસેથી જતો હતો.ત્યારે ત્યાં તા.૧૯ ના રોજ સાંજના ૬ વાગ્યાના અરસામાં તેને મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી.જેથી તેને સીવીલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતેથી પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ તપાસ કરી હતી.જેમાં સામે આવ્યુ હતુ કે પૈસાની લેતીદેતી બાબત ના ઝઘડામાં મુકેશભાઈને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી.


