મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો મોરબી જીલ્લામાં રેડ કરીને 3 બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા અટકાવાયા નેશનલ ડોક્ટર્સ ડે: મોરબી મહાપાલિકા-આઇએમએ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયન્સના ૩૦ માં ફાઉન્ડેશન-ડે ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી મોરબી જિલ્લામાં સીએ-સીએસનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને 15 હજારની શિષ્યવૃત્તિ અપાશે: જીલ્લા પંચાયત
Breaking news
Morbi Today

મોરબીની રફાળેશ્વર-પાનેલી ચોકડી પાસેથી ચોરાઉ બાઇક સાથે એકની ધરપકડ


SHARE

















મોરબીની રફાળેશ્વર-પાનેલી ચોકડી પાસેથી ચોરાઉ બાઇક સાથે એકની ધરપકડ

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી બાઈકની ચોરી કરી હતી જે ચોરાયેલ બાઈકની સાથે મોરબી તાલુકા પોલીસે હાલમાં રફાળેશ્વર-પાનેલી ચોકડી પાસે એક શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ મિલક્ર્ત વિરોધી ગુનાના ડિટેકશન સહિતની કામગીરી કરવામાં આવે છે ત્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર. મકવાણાના સીધા માર્ગ દર્શન હેઠળ પીએસઆઇ બી.એમ. બગડા નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસો કામ કરી રહ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના બનતા બનાવો અનુસંધાને પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમ રફાળેશ્વર-પાનેલી ચોકડી પાસે એક શખ્સ કાળા કલરનું નંબર પ્લેટ વગરનું હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો બાઇક લઈને નીકળ્યો હતો તેને રોકીને વાહનના આર.ટી.ઓ. ને લગત કાગળો તથા આર.સી. બુક બાબતે પુછતા પોતાની પાસે ન હોવાનું તેને કહ્યું હતું જેથી કરીને હરેશભાઇ આગલ તથા રમેશભાઈ મુંધવાએ પોકેટ મોબાઇલમાં આ બાઈના એન્જીન નં. અને ચેસીસ નં. નાખીને સર્ચ કરતાં આ બાઇક યુસુફભાઇ ઇસ્માઇલભાઇ લોખંડવાલા રહે. મોરબી વાળાની માલીકીનુ હોવાનું સામે આવ્યું હતું જેથી તેનો સંપર્ક કરતા બાઇક ૨૦૨૨ નું છે અને તેની ચોરી કરવામાં આવેલ છે તેવી માહિતી સામે આવી હતી અને તેની ફરિયાદ એ ડિવિઝનમાં નોંધાવેલ છે જે ગુનો ડીટેકટ કરી ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડી સી.આર.પી.સી. કલમ-૧૦૨૪૧(૧) (ડી) મુજબની કાર્યવાહી કરી હતી અને હાલમાં પોલીસે ઝાલાભાઇ રામજીભાઈ ઇન્દરીયા જાતે કોળી (૪૯) રહે. જાંબુડીયા તા.જી. મોરબી મુળ રહે. રાતાભેરતા. હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને હવે આગળની તપાસ પીએસઆઈ બી.એમ. બગડા કરી રહ્યા છે 




Latest News