મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક શોરૂમના પાર્કિંગમાંથી બાઈકની ચોરી: માળીયાના ચાંચાવદરડા ગામેથી બાઇક ચોરી કરનાર ઝડપાયો


SHARE













મોરબી નજીક શોરૂમના પાર્કિંગમાંથી બાઈકની ચોરી: માળીયાના ચાંચાવદરડા ગામેથી બાઇક ચોરી કરનાર ઝડપાયો

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ઈક્વિટીના શોરૂમના પાર્કિંગમાંથી બાઈકની ચોરી કરવામાં આવેલ છે જયારે માળીયા મીયાણા તાલુકાના ચાંચાવદરડા ગામે વાડીના શેઢે મૂકેલા બાઈકની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ઈક્વિટીના શોરૂમના પાર્કિંગમાં મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ગોકુલનગર શેરી નં-22 માં રહેતા કાનજીભાઈ વાલજીભાઈ ડાભી જાતે સતવારા (46)એ પોતાનું બાઈક નંબર જીજે 10 ડીબી 7347 પાર્ક કરીને મૂક્યું હતું. જે ૩૦ હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જયારે માળીયા મીયાણા તાલુકાના ચાંચાવદરડા ગામે રહેતા ઘનશ્યામભાઈ મહાદેવભાઈ આદ્રોજા જાતે પટેલ (56)એ પોતાની વાડીના સેઢે બાઈક કરીને મૂક્યુ હતું જે બાઈક નંબર જીજે 3 એએસ 4757 જેની કિંમત 25 હજાર રૂપિયા તે બાઇકની હનીફભાઇ દોસમામદભાઇ કાજેડીયા જાતે મિયાણા (28) રહે. કાજરડા તાલુકો માળીયા વાળાએ ચોરી કરી હતી જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News