મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરિયા ગામે મંડળીના હોદ્દાની માથાકૂટમાં કાર સળગાવી દેવાના બનાવમાં મહિલા સહિત સાત સામે ફરિયાદ


SHARE







વાંકાનેરના મેસરિયા ગામે મંડળીના હોદ્દાની માથાકૂટમાં કાર સળગાવી દેવાના બનાવમાં મહિલા સહિત સાત સામે ફરિયાદ

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે સહકારી મંડળીની પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની બેઠક રાખવામા આવી હતી ત્યારે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી જેમાં ઇજા પામેલા બે વ્યક્તિની સાથે રહેલા લોકોએ એક કારને સળગાવી નાખી હતી. જેથી ચાર લાખનું નુકસાન થયું હોવાની હાલમાં એક મહિલા સહિત કુલ સાત સામે ફરિયાદ નોંધાયેલ છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા દેવકુભાઈ જગુભાઈ ધાધલ જાતે કાઠી (44)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હીરૂબેન ધીરુભાઈ રાઠોડ, રોહિતભાઈ ભગાભાઈ સાકરીયા, વનરાજભાઈ ધીરુભાઈ રાઠોડ, ગોપાલભાઈ છગનભાઈ રાઠોડ, રમેશભાઈ ઉર્ફે ખડો બાબુભાઈ ભુસડીયા, પ્રકાશભાઈ તેજાભાઈ સાકરીયા અને વિનુભાઈ કેશાભાઈ ભુસડીયા રહે. બધા મેસરિયા ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેણે જણાવ્યુ છેકે, વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ અને મતદાન બાબતે મનદુઃખ થયું હતું અને મારામારીનો બનાવ બન્યો હતો. જેનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદીની મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ગાડી નંબર જીજે 13 એએમ 8852 માં પથ્થર મારીને તોડફોડ કરી હતી. તેમજ જવલંતશીલ પ્રવાહી છાંટીને ગાડી સળગાવી દીધી હતી. જેથી ચાર લાખનું નુકસાન થયેલ છે. હાલમાં ભોગ બનેલા દેવકુભાઈ ધાધલ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે એક મહિલા સહિત સાત સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

અત્રે ઉલ્લેખીએ છે કે તા.22 ના રોજ મેસરિયા સહકારી મંડળીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે બેઠક રાખવામાં આવી હતી જે બેઠકમાં બંને પક્ષ પાસે સાત સાત મત હતા અને બેંકના પ્રતિનિધિના મતથી ધીરુભાઈ રાઠોડ પ્રમુખ બન્યા હતા અને ત્યારબાદ શિવકુભા ખાચર સહિતના આઠ લોકો જુદાજુદા વાહનોમાં ત્યાં આવ્યા હતા. અને તેણે બેંકના પ્રતિનિધિને બહાર બોલાવ્યા હતા. ત્યારે ધીરુભાઈનો અશ્વિન ધીરૂભાઈ રાઠોડ અને કેશુભાઈ ગોવિંદભાઇ ત્યાં ગયા હતા અને તેઓ બેંકના પ્રતિનિધિને લઈને પાછા મંડળીની ઓફિસમાં આવતા હતા. ત્યારે શિવકુભાઈની સાથે આવેલા શખ્સો દ્વારા ધીરુભાઈના દીકરા તથા કેશુભાઈને માર મરવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે પણ રાયોટીંગ અને મારામારી સહિતની કલમ હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે.






Latest News