મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબી ઉમા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓએ SP કચેરીની લીધી શૈક્ષણિક મુલાકાત


SHARE































મોરબી ઉમા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓએ SP કચેરીની લીધી શૈક્ષણિક મુલાકાત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા વિદ્યા સંકુલ ખાતે ધો. 7 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ મોરબી એસપી કચેરીની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ “નેત્રમ પ્રોજેક્ટ” અંગે વિસ્તૃત જાણકારી મેળવવાનો હતો. અને વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટ કેવી રીતે કાર્ય કરે છે તથા જાહેર સુરક્ષા માટે તે કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે તેની સચોટ અને સરળ સમજ આપવામાં આવી હતી. અને નેત્રમ પ્રોજેક્ટ ઉપરાંત વિદ્યાર્થીઓએ એસપી કચેરીના અન્ય વિભાગોની પણ મુલાકાત લીધી હતી. જેમાં કંટ્રોલ રૂમ, ટ્રાફિક વિભાગ તથા કાયદો-વ્યવસ્થા સંભાળતા વિભાગોની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. આ તકે એસપી મુકેશકુમાર પટેલ દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવેલ હતો અને ખાસ કરીને પ્રેરણાત્મક શૈલીમાં માર્ગ સલામતી અંગેનું માર્ગદર્શન આપ્યું હતું તેમજ બાળકો મારફતે તેમના માતા-પિતાને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટેનો મહત્વનો સંદેશ આપ્યો હતો. આ મુલાકાતના અંતે ઉમા વિદ્યા સંકુલના સંસ્થાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારાએ એસપી સહિત તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓનો આભાર આભાર વ્યક્ત કર્યો હતો.












Latest News