મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા-બમણી રકમનો દંડ


SHARE















મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા-બમણી રકમનો દંડ

મોરબીમા રહેતા ફરીયાદી ગીરીરાજસીંહ અનોપસીહ ઝાલાએ આશરે પાંચ વર્ષ પહેલા મિત્રતા ખાતર પરેશભાઈ નાગજીભાઈ પઢીયારને રૂપીયાની અંગત જરૂરીયાત પડતા તેઓને સંબંધના નાતે વગર વ્યાજે હાથ ઉછીના રકમ રૂ.૧,૦૦,૦૦૦ આપેલ હતા.જેની પ્રોમીસરી નોટ બનાવી આપેલ જે રકમ આરોપી દસ માસમાં પરત આપી દેશે તેવુ જણાવેલ હતુ.પરંતુ આરોપી હાથ ઉછીની રકમ ફરીયાદીને પરત ન આપતા હોય જેથી આરોપીએ ફરીયાદીને લેણી રકમ પેટે એક લાખનો એચ.ડી.એફ.સી. બેંક મોરબી બ્રાંચનો જેના ચેક નં.૦૦૦૧૦૧ વાળો તા.૧૬-૮-૨૨ ના રોજ આરોપીએ પોતાની સહી કરી ફરીયાદીને આપેલો હતો.જે ચેક ફરીયાદી બેન્કમાં જમા કરાવતા તે ચેક “ફંડ ઇન્સફીસીયન્ટ” ના શેરા સાથે તા.૨૨-૯-૨૨ ના રોજ પરત ફરેલ હતો.જેથી ફરીયાદીએ ચેક રીટર્નની લીગલ નોટીસ વકીલ મારફતે રજી.એડી.થી મોકલેલ જે આરોપીને મળી ગયેલ તેમ છતા આરોપી ચેક મુજબની રકમ ભરપાઈ કરેલ નહીં જેથી ફરીયાદી દ્વારા આરોપી વિરૂધ્ધ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ કાર્યવાહી અર્થે ફરિયાદીના વકીલ મારફતે મોરબી કોર્ટમાં ફરીયાદ દાખલ કરી હતી.

આ કેશ મોરબીના મહે.જ્યુડી.મેજી.ફસ્ટ કલાસ સાહેબની કોર્ટમાં ફોજદારી કેસ નં.૭૬૮૯/૨૨ થી ચાલી જતા આરોપી વિરુધ્ધ પ્રોસેસ ઇસ્યુ કરતા આરોપી નામદાર કોર્ટમાં હાજર થયેલ અને તેમને વકીલ રોકી તેમનો બચાવ લીધેલ હતો.આરોપીના વકીલ દ્વારા ફરીયાદીની ઉલટ તપાસ લેવામાં આવેલ.પરંતુ આરોપીનો બચાવ સાબીત કરવામાં નિષ્ફળ ગયેલ છે.આમ, નામદાર કોર્ટે ફરીયાદી પક્ષના વકીલ દ્રારા કરવામાં આવેલ ધારદાર દલીલ માન્ય રાખીને ફરીયાદી પક્ષના પુરાવાઓને ધ્યાને લઈ આરોપી પરેશભાઈ નાગજીભાઈ પઢીયારને ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ ના ગુન્હા સબબ તકસીરવાન ઠરાવવામાં આવેલ, અને ૧ વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવવામાં આવેલ.અને ચેક મુજબની રકમ કરતા ચેકની ડબલ રકમ રૂ.૨,૦૦,૦૦૦ ચુકવાનો હુકમ કરેલ છે.જે આરોપી આ રકમ ચુકવવામાં કસુર કરે તો વધુ નેવું દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે.તથા આરોપીને ચેકની રકમ રૂ.૧,૦૦,૦૦૦/- ઉપર વાર્ષિક ૯ ટકા વ્યાજ ફરીયાદ દાખલથી અત્યાર સુધીનુ કુલ વ્યાજની રકમ ફરીયાદીને ચુકવી આપવા હુકમ કરેલ.આ કામમાં ફરીયાદી તરકે યુવા ધારાશાસ્ત્રી, નીતા ટી.પરમાર, હિના એન.સંધાણી, નરેશ પી.ડાભી, દેવકરણ એ.પરમાર, જલ્પા કે.વેગળ રોકાયેલા હતા.






Latest News