મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાંથી જન્મ અને મરણના પ્રમાણપત્ર કલરમાં કાઢી આપવા કરાઇ રજૂઆત


SHARE















મોરબી મહાપાલિકામાંથી જન્મ અને મરણના પ્રમાણપત્ર કલરમાં કાઢી આપવા કરાઇ રજૂઆત

મોરબી મહાપાલિકામાં જન્મ કે મરણ પ્રમાણપત્ર લેવા માટે અરજદારો જાય છે ત્યારે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તો પણ તેઓને કચેરમાં કલર પ્રિન્ટર ન હોવાથી કલર કોપીમાં પ્રમાણપત્ર કાઢી આપવામાં આવતું નથી અને તે સિવાય પણ કેટલીક સમસ્યાઓ છે જેના માટે કમિશનરને રજૂઆત કરવામાં આવેલ છે. અને વહેલી તકે સમસ્યાઓનું નિવારણ લાવવાની માંગ કરી છે.

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ બોરીયા પાટી પાસે આવેલ તેજાણીની વાડીમાં રહેતા ગિરધરભાઈ ભગવાનજીભાઈ પરમારે હાલમાં મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે કે, મોરબી મહાપાલિકામાં જન્મ-મરણ વિભાગમાં હાલમાં જે સર્ટિફિકેટ કાઢી આપવામાં આવે છે તે બ્લેક & વ્હાઇટ કોપીમાં આપવામાં આવે છે. જે ખરેખર કલર કોપીમાં આપવાના હોય છે. હાલે જે CRS પોર્ટલમાંથી સર્ટિફિકેટ ઇસ્યુ થાય છે તે કલરમાં થાય છે પરંતુ કલર પ્રિન્ટરના અભાવ ના કારણે બ્લેક & વ્હાઇટ કોપીમાં આપવામાં આવે છે. જેથી જન્મ-મરણ વિભાગમાં કલર પ્રિન્ટર મૂકીને આ પ્રશ્નનું નિરાકરણ લાવી શકાય તેમ છે. ઉલેખનીય છેકે, જન્મ પ્રમાણપત્રએ અગત્યનું ડોક્યુમેન્ટ છે જો તેને સારા કાગળમાં કલર કોપીમાં મોરબી મહાપાલિકા તરફથી આપવામાં આવે તો સામાન્ય માણસ તેને સાચવી શકે,  હાલે જન્મ-મરણ વિભાગમાં સબરજીસ્ટ્રાર તરીકે એક જ અધિકારી ફરજ બજાવી રહ્યા છે. અને જ્યારે ઓફિસના કામથી, મિટિંગમાં કે કોર્ટની મુદતમાં તે જાય છે ત્યારે અરજદારને હેરાન થવું પડે છે જેથી જન્મ-મરણ વિભાગમાં વધારાના અધિકારીની નિમણૂક કરવામાં આવે તો લોકોને કાયમીની પીડામાંથી મુક્તિ મળે તેમ છે. અને હાલે સોફ્ટવેર અપડેટના કારણે મોરબી મહાપાલિકામાં નવા ઉમેરવામાં આવેલ ગામના જન્મ પ્રમાણપત્ર કાઢી શકાતા નથી. જો કોઈ અરજદાર જન્મ પ્રમાણપત્ર કઢાવવા આવે તો તેને એકથી બે માસનો સમય આપવામાં આવી રહ્યો છે. જેના કારણે અરજદારોને પોતાના વહીવટી કામ અટકી જાય છે અને સોફ્ટવેર અપડેટના કારણે કચેરીએ અવારનવાર ધક્કા ખાવા પડે છે. જેથી આ પ્રશ્ન ઉકેલવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ તેવી માંગ કરી છે.






Latest News