મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબીના જીંજુડા ગામે દુકાન પાસે ગાળો બોલતા ત્રણ શખ્સોને સમજાવવા ગયેલ યુવાનનું ધોકો મારીને માથું ફોડી નાખ્યું


SHARE















મોરબીના જીંજુડા ગામે દુકાન પાસે ગાળો બોલતા ત્રણ શખ્સોને સમજાવવા ગયેલ યુવાનનું ધોકો મારીને માથું ફોડી નાખ્યું

મોરબી તાલુકાના જીંજુડા ગામે પાન મસાલાની દુકાન પાસે ગાળો બોલતા ત્રણ શખ્સોને સમજાવવા માટે ગયેલા યુવાનને લાકડાના ધોકા વડે માથાની પાછળના ભાગે માર માર્યો હતો તથા ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને મારા મારીના આ બનાવમાં બે વ્યક્તિને ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને યુવાનને માથાની પાછળના ભાગે ચારથી પાંચ જેટલા ટાંકા આવ્યા હોય તેને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબી તાલુકાના જીંજુડા ગામે રહેતા સબીરભાઈ હુસેનભાઇ નોડે (40)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સલીમભાઈ સેડાત, અનવરભાઈ સેડાત અને આમીન કરીમભાઈ મિયાણાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ઝીંઝુડા ગામે અકબરભાઈની પાન મસાલાની દુકાન આવેલ છે અને ત્યાં દુકાન પાસે ગાળો ન બોલવા માટે થઈને ફરિયાદી આરોપીઓને સમજાવવા માટે ગયો હતો ત્યારે આમીન મીયાણાએ લાકડાના ધોકા વડે ફરિયાદીને માથાના પાછળના ભાગે માર મારીને ગંભીર ઇજા કરી હતી જ્યારે સલીમભાઈ અને અનવરભાઈએ ફરિયાદી તથા સાહેદ મોહમ્મદ હુસેનભાઈને ઢીકાપાટુનો મારમારીને ઇજાઓ કરી હતી જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ફરિયાદીને માથાના પાછળના ભાગે ચારથી પાંચ જેટલા ટાંકા આવ્યા હતા. આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાઈકની ચોરી

મોરબીમાં લાલબાગની પાછળના ભાગમાં આવેલ વર્ધમાન સોસાયટીમાં રહેતા નીતિનભાઈ દેવરામભાઈ કાથરાણી (58) નામના આધેડે હાલમાં અજાણ્ય શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, લાલબાગ પાસે આવેલ સિધેશ્વર મહાદેવ મંદિર નજીક ચાની લારી પાસે તેને પોતાનું બાઈક નંબર જીજે 36 એકયુ 6018 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News