મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબીમાં નજીવી વાતમાં તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીકિને વૃદ્ધની હત્યા: મહિલા સહિત 5 ને ઇજા


SHARE















મોરબીમાં નજીવી વાતમાં તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીકિને વૃદ્ધની હત્યા: મહિલા સહિત 5 ને ઇજા

મોરબીમાં પાડા પુલ નીચે ગઇકાલે રાતે મારામારીનો બનાવ બનેલ હતો ત્યારે વૃદ્ધને તીક્ષ્ણ હથિયારનો ઘા સાથળના ભાગે ઝીકિ દીધું હતું જેથી તેનું મોત નીપજયું હતું અને બનાવ હત્યામાં પલટયો હતો આ બનાવમાં ઇજા પામેલ મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિને સારવાર માટે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે હત્યાના બનાવમાં ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે.

મોરબીના પાડા પુલ નીચે મારામારીનો બનાવ બનેલ હતો જે બનાવમાં ત્યાં રહેતા કાસુભાઈ હોથીભાઈ ચાડમિયા (60)ને સાથળના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીકિ દેવામાં આવેલ હતી જેથી તેઓને ગંભીર ઇજા થઈ હતી માટે તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં તેઓનું મોત નીપજયું હતું. જેથી મારા મારીનો બનાવ હત્યામાં પલટાયો હતો. અને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પીઆઇ વી.એન. પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હત્યાના આ બનાવમાં ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે.

વધુમાં મળતી માહિતી મુજબ મૃતક વૃદ્ધ ફુગ્ગા વેચવાનો ધંધો કરતા હતા. અને આ બનાવમાં અજય રમેશભાઈ આદિવાસી (20), બંટી ડામોર (30), અજય ખરેડી (20), દીપુ ખરેડી (40) અને અનુબેન (22) નામના પાંચ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે. અને સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ રાત્રીના સમયે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અવારનવાર સેવાભાવી લોકો ભોજન આપવા માટે થઈને આવતા હોય છે તેવી જ રીતે ગઈકાલે ભોજન આપવા માટે થઈને આવેલા લોકો ત્યાંથી ગયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં વૃદ્ધને ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું છે અને બનાવ હત્યામાં પલટાયો છે.






Latest News