મોરબી એલસીબીની ટીમે નંબર પ્લેટ વગરના બાઈકની સાથે એક શખ્સની કરી ધરપકડ
SHARE








મોરબી એલસીબીની ટીમે નંબર પ્લેટ વગરના બાઈકની સાથે એક શખ્સની કરી ધરપકડ
મોરબી સરતાનપર રોડ ઉપરથી નંબર પ્લેટ વગરના બાઈકની સાથે એક શખ્સને પકડવામાં આવેલ છે અને ચોરી કે છળકપટથી મેળવેલ 50000 ની કિંમતનું બાઇક કબ્જે કરેલ છે અને આરોપી તેમજ વાહનને વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરેલ છે.
મોરબી જિલ્લા એલસીબીના જયસુખભાઇ વસીયાણી, આશીફભાઇ રાઉમા, વિક્રમભાઇ ફુગશીયા સહિતના સ્ટાફે ટેક્નીકલ માધ્યમ, ખાનગી રાહે તેમજ હ્યુમન શોર્સીસના માધ્યમથી બાતમી મળી હતી કે, એક ઇસમ જેનુ નામ કાલા ગુજર રહે. સરતાનપર રોડ રીય સિરામીક વાળો છે તે હીરો એક્સટ્રીમ મોટર સાયકલ લઈને નીકળે છે તેમાં નંબર પ્લેટ લગાડેલ નથી જેથી તે શખ્સને પોલીસે રોકીને પોલીસે બાઇક વિષે પૂછતાં આ શખ્સે ચોરી કે છળકપટથી બાઇક મેળવ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી ઇ-ગુજકોપમાં સર્ચ કરતા બાઇકના સાચા નંબર આરજે 125 ઝેડ 2725 હોવાનું સામે આવ્યું હતું જે 50 હજાર રૂપિયાની કિંમતના બાઈકની સાથે આરોપી કાલા દિવાનભાઇ ગુજર (23) (રીચ કારખાનામાં) મળુ રહે. કારેનકાપરા તાલુકો માસલપુર જિલ્લો કારોલી રાજસ્થાન વાળાને હસ્તગત કરેલ છે અને વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

