મોરબી એલસીબીની ટીમે નંબર પ્લેટ વગરના બાઈકની સાથે એક શખ્સની કરી ધરપકડ
માળિયા (મી) નાં મોટા દહીંસરા ગામે વડિલો પાર્જીત જમીન બાબતે સામસામી બધડાટી બાદ ફરીયાદો નોંધી પોલીસે તપાસ હાથ ધરી
SHARE
માળિયા (મી) નાં મોટા દહીંસરા ગામે વડિલો પાર્જીત જમીન બાબતે સામસામી બધડાટી બાદ ફરીયાદો નોંધી પોલીસે તપાસ હાથ ધરી
મોરબી જીલ્લાના માળિયા મિંયાણા તાલુકાનાં મોટા દહીંસરા ગામે વડીલો પાર્જીત જમીન બાબતે સામસામી બઘડાટી થયેલ અને બંને પક્ષેથી ધોકા-પાઈપ, ધારીયા જેવા હથિયારો સાથે મારામારી થઈ હતી. જેમાં બન્ને પક્ષે કુલ ૧૩ જેટલા લોકોને ઇજા થઈ હતી.ઇજા પામેલાઓને સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા.આ બનાવની બંને તરફેથી પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિંયાણાનાં મોટા દહીંસરા ગામે જમીનની જુની અદાવત બાબતે માથાકૂટ થઇ હતી. બંને પક્ષેથી ધોકા, પાઈપ, ધારીયા જેવા હથિયારો સાથે મારામારી થઈ હતી જે બનાવમાં અશોકભાઈ હમીરભાઈ પરમાર, હમીરભાઈ ભોજાભાઈ પરમાર, વિજયભાઈ હમીરભાઈ પરમાર, રમેશભાઈ કાનજીભાઈ પરમાર, મુન્નાભાઈ હમીરભાઈ પરમાર, જીતેન્દ્રભાઈ કાનજીભાઈ પરમાર, કાનજીભાઈ મૂળુભાઈ પરમાર, છગનભાઈ પરમાર, હર્ષદભાઈ જીતેન્દ્રભાઈ પરમાર, નરેશભાઈ કાનજીભાઈ પરમાર અને શામજીભાઈ શિવાભાઈ પરમાર નામના લોકોને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.
બાદમાં વિજયભાઇ હમીરભાઇ પરમાર (ઉ.વ.૩૦) રહે.મોટા દહીંસરા રેલ્વે સ્ટેશન તા.માળીયાએ અજય છગનભાઇ પરમાર (૧૯), છગનભાઇ કાનજીભાઇ પરમાર, જીતેશભાઇ કાનજીભાઇ પરમાર (૪૨), રમેશભાઇ કાનજીભાઇ પરમાર (૩૪), નરેશભાઇ કાનજીભાઇ પરમાર (૩૦), કાનજીભાઇ મુળુભાઇ પરમાર (૭૩), શૈલેષભાઇ સવજીભાઇ પરમાર, પિન્ટુભાઇ વિનોદભાઇ પરમાર, પંકજભાઇ શીવાભાઇ પરમાર, શામજીભાઇ શીવાભાઇ પરમાર (૩૮), શીવાભાઇ મુળુભાઇ પરમાર, હીરાભાઇ મુળુભાઇ પરમાર, સુરેશભાઇ બુટાભાઇ બાંભવા રહે.બધા મોટા દહિંસરા તા.માળીયા (મિં.) જી.મોરબી સામે ફરીયાદ નોંધાવીને જણાવ્યું હતુ કે, સામાવાળા આરોપીઓ તથા ફરીયાદી-સાહેદો વચ્ચે અગાઉથી વડીલો પાર્જીત જમીન પ્લોટ બાબતે જુનુ મનદુખ ચાલતુ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ એકસંપ કરી પોતાનો સમાન ઇરાદો પાર પાડવાના ઇરાદે ગેરકાયદેસર મંડળી રચી પ્રાણઘાતક હથીયાર ધોકા, લોખંડના સળીયા, ટામી, સોરીયુ, લોખંડનો પાઇપ જેવા હથીયારો ધારણ કરી ફરીયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાના ઇરાદે માથાના, છાતીના તથા શરીર ઉપર ઘા મારી જીવલેણ ઇજા કરી તથા ઢીકાપાટુનો મુંઢમાર મારી તથા નાની-મોટી ઇજા કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની હુંન્ડાઇ વેરના કારના કાચ તોડી નુકશાન કરી જીલ્લા મેજી.ના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યો હતો.
જયારે સામા પક્ષેથી અજયભાઇ છગનભાઇ પરમાર (૧૯) રહે.મોટા દહિંસરા રેલ્વે સ્ટેશન પાસે તા.માળીયા જી.મોરબી એ મુન્નાભાઇ હમીરભાઇ પરમાર, નીલેશભાઇ હમીરભાઇ પરમાર, વીજયભાઇ હમીરભાઇ પરમાર, અશોકભાઇ હમીરભાઇ પરમાર, હમીરભાઇ ભોજાભાઇ પરમાર, નિમુબેન હમીરભાઇ પરમાર, પ્રવીણાબેન નિલેશભાઇ પરમાર રહે. મોટા દહીંસરા તા.માળીયા(મિં.) જી.મોરબી સામે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે આરોપીઓ તથા ફરીયાદી સાહેદોની વચ્ચે અગાઉથી વડીલો પાર્જીત જમીન પ્લોટ બાબતે જુનુ મનદુખ ચાલતુ હોય જે બાબતનો ખાર રાખી આ કામના આરોપીઓએ એકસંપ કરીને ગેરકાયદેસર મંડળી રચી પ્રાણઘાતક હથીયાર ધોકા, લોખંડના પાઇપ જેવા હથીયારો ધારણ કરી ફરીયાદી તથા સાહેદોને માથામાં, હાથમાં, શરીર ઉપર ઘા મારી મુઢ તથા ફુટ તેમજ ફેક્ચર જેવી ઇજાઓ કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી અશોક હમીરભાઇએ તેના હવાલાવાળી વર્ના ગાડી રોડ ઉપર એકદમ ચલાવી દોડાદોડી થતા સાહેદ કાનજીભાઇ ગાડી સાથે ભટકાઇ જતા શરીરે ઇજા થતા તેમજ ફરીયાદીના મોટર સાયકલમાં નુકશાન કરી હતી.માળીયા પોલીસ મથકના પીઆઇ આર.સી.ગોહિલ આગળની તપાસ ચલાવી રહ્યા છે.