મોરબીના નવલખી રોડે 29 પાકા મકાનો ઉપર મહાપાલિકાનું જેસીબી ફરી વળ્યું
SHARE
મોરબીના નવલખી રોડે 29 પાકા મકાનો ઉપર મહાપાલિકાનું જેસીબી ફરી વળ્યું
મોરબી મહાનગરપાલિકાની ટીમ દ્વારા અગાઉ મોરબીના નવલખી રોડ ઉપર કાચા પાકા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા ત્યારે રોડ સાઈડમાં એક બે નહીં પરંતુ 29 જેટલા જે મકાનો ખડકી દેવામાં આવ્યા હતા તેને દૂર કરવા માટે થઈને આસામીઓને નોટિસ આપવામાં આવી હતી જોકે આસામીઓ દ્વારા તેમના ગેરકાયદે મકાનોને તોડી પાડવામાં આવ્યા ન હતા જેથી આજે મોરબી મહાનગરપાલિકાની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી હતી અને એક નહીં પરંતુ ત્રણ જેસીબીને એક સાથે કામ ઉપર લગાડવામાં આવ્યા હતા અને નવલખી રોડ ઉપર રોડ સાઈડમાં જે 29 જેટલા પાકા મકાનો ખડકી દેવામાં આવ્યા હતા તેના ઉપર જેસીબી ફેરવીને તમામ દબાણોને તોડી પાડવામાં આવ્યા છે ઉલેખનીય છે કે ,મોરબીના મુખ્ય માર્ગોની આસપાસમાં કોઈ પણ વિસ્તારમાં દબાણો કરવામાં આવ્યા હોય તો કાચા પાકા કોઈપણ પ્રકારના દબાણોને મહાપાલિકાની ટીમ દ્વારા હાલમાં તોડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે નવલખી રોડ ઉપરના પાકા દબાણોને આજે તોડી પાડવામાં આવ્યા છે