મોરબીના બંધુનગર પાસેથી દારૂની 4 બોટલ સાથે ઇકો કારમાંથી બે શખ્સ પકડાયા: 1.23 લાખનો મુદામાલ કબ્જે
મોરબીમાં કચરો નાખવા બાબતે બોલાચાલી કરીને માતા-પુત્રીને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો
SHARE
મોરબીમાં કચરો નાખવા બાબતે બોલાચાલી કરીને માતા-પુત્રીને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો
મોરબીમાં સબજેલની સામેના ભાગમાં આવેલા વિસ્તારમાં રહેતી મહિલાની દીકરી સાથે પાડોશમાં રહેતી મહિલાને કચરો નાખવા બાબતે બોલાચાલી થઈ હતી ત્યારબાદ મહિલા અને તેની દીકરીને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલ માતા અને પુત્રીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ ઇજા પામેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને મહિલા સહિત કુલ ત્રણ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીમા સબજેલની સામેના ભાગમાં આવેલ વિસ્તારમાં રામદેવપીરના મંદિર પાસે રહેતા સરોજબેન ઈશ્વરભાઈ ચૌહાણ (50)એ હાલમાં દક્ષાબેન મનીષભાઈ મકવાણા, ધ્રુવ મનીષભાઈ મકવાણા અને ભવ્ય મનીષભાઈ મકવાણા રહે. બધા સબ જેલ સામે મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓની દીકરી પૂજાને આરોપી દક્ષાબેન સાથે કચરો નાખવા બાબતે બોલાચાલી થઈ હતી ત્યારબાદ દક્ષાબેને ફરિયાદીની દીકરી તથા ફરિયાદીને ગાળો આપી હતી તેમજ ધ્રુવ અને ભવ્ય પાઇપ લઈને ત્યાં આવ્યા હતા અને ફરિયાદીને કાનના ભાગે તથા ડાબા પગ ઉપર ધ્રુવે પાઇપ માર્યો હતો અને ભવ્યએ ફરિયાદીની દીકરીને કાનના ભાગે પાઇપ મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલ માતા અને પુત્રીને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર લીધા બાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં એક મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મારામારીમાં ઇજા
મોરબીના બેલા ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં સુનિલગીરી અમૃતગીરી ગોસ્વામી (33) નામના યુવાનને ઇજા થવાથી મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
મારામારીમાં ઇજા
વાંકાનેરમાં રહેતા સલીમ રસુલભાઈ (34) નામના યુવાને જાંબુડીયા બ્રિજ નીચે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી