મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ચાઈનીઝ તુક્કલ-દોરીનો સંગ્રહ, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ


SHARE















મોરબી જીલ્લામાં ચાઈનીઝ તુક્કલ-દોરીનો સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ

મક્ર્સંક્રાંતિ ઉપર ચાઈનીઝ તુક્કલ/લેન્ટર્ન તથા ચાઈનીઝ માંઝા, ગ્લાસકોટે દોરી, થ્રેડ, સિન્થેટિક કોટિંગ સાથેની પ્લાસ્ટિક દોરી, નાયલોન થ્રેડ દોરી કે જે હવે પ્રતિબંધિત સાધન સામગ્રી તરીકે દર્શાવવામાં આવ્યા છે તેના ઉત્પાદન વેચાણ કે સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને પ્રતિબંધિત સાધન સામગ્રીનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરવામાં આવતું હોવાની સંભાવના છે. જેથી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા મોરબી જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર ચાઈનીઝ તુક્કલ/લેન્ટર્ન તથા ચાઈનીઝ માંઝા, ગ્લાસકોટે દોરી, થ્રેડ, સિન્થેટિક કોટિંગ સાથેની પ્લાસ્ટિક દોરી, નાયલોન થ્રેડ દોરીના ઉત્પાદન વેચાણ સંગ્રહ પર પ્રતિબંધ રહેશે. કોઈપણ વ્યક્તિએ જાનનું જોખમ થાય એ રીતે જાહેર માર્ગ, રસ્તા પર, ફૂટપાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા પર, પતંગ ઉપર બિભત્સ પ્રકારના અગર આમ જનતાની કોમી તેમજ ધાર્મિક લાગણી દુભાય તેવી ઉશ્કેરણીજનક લખાણો લખવા ઉપર, લાકડી ઉપર કાંટાવાળા ઝાડની ડાળીઓ બાંધી, ઝંડા બનાવી કે બીજી કોઈ પણ રીતે કપાયેલ પતંગો અને દોરા મેળવવા આમ તેમ શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તા ઉપર દોડાદોડી કરવા ઉપર, રસ્તાઓ પર ગલીઓમાં ટેલીફોન ઈલેક્ટ્રીકના બે તારો ભેગા થવાથી શોર્ટ સર્કિટના કારણે, તાર તૂટી જવાથી અકસ્માતો સર્જાય છે અને ગંભીર બનાવો બનતા હોય છે જેથી ટેલીફોન કે ઇલેક્ટ્રીકના તાર ઉપર વાસડાઓમાં લોખંડ કે કોઈપણ ધાતુના તાર, લંગર, દોરી નાખવા ઉપર તેમજ તેમાં ભરાયેલ પતંગ કે દોરી કાઢવા ઉપર તથા આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાર્જ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉતરાયણના તહેવાર અનુસંધાને અમલી કરવામાં આવેલું આ જાહેરનામું આગામી તા ૧૬/૦૧/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.






Latest News