મોરબીમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.-શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
મોરબીના નાની વાવડી ગામે આવેલ કુમાર શાળાના શિક્ષક વિનોદભાઈ મકવાણાનો વિદાય સમારોહ યોજાયો
SHARE
મોરબીના નાની વાવડી ગામે આવેલ કુમાર શાળાના શિક્ષક વિનોદભાઈ મકવાણાનો વિદાય સમારોહ યોજાયો
મોરબીના શ્રી નાની વાવડી ગામે આવેલ કુમાર અને કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે આંતરિક બદલીમાં માંગણીથી નાની વાવડી કુમાર શાળામાંથી શ્રી નાગલપર પ્રા.શાળામાં બદલી થતાં શિક્ષક શ્રી વિનોદભાઈ મકવાણાનો વિદાય સમારોહ યોજાયો હતો. આ તકે શાળાના સેવક એવા પોપટ બાપા, કન્યા શાળાના આચાર્ય સાગરભાઈ મહેતા અને કુમાર શાળાના આચાર્ય લાલિતભાઈ ઘેટિયા, નાની વાવડી સીઆરસી દુષ્યંતભાઈ મારવણીયા, વાવડી માધ્યમિક શાળાના શિક્ષક પ્રદીપભાઈ જોષી અને કુમાર શાળાના એસએમસી અધ્યક્ષ અને નાની વાવડી કુમાર શાળા અને કન્યા શાળા ના શિક્ષક સહ પરિવાર હાજર રહ્યા હતા. ત્યારે બાળકોના સાચા મિત્ર એવા શિક્ષક વિનોદભાઈ મકવાણા માત્ર પાઠ્યક્રમ પૂરતા સીમિત રહ્યા નથી, પરંતુ પ્રકૃતિ સંરક્ષણ, વૃક્ષારોપણ, પશુઓ પ્રત્યે કરુણા અને સમાજસેવા જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં માનવ મૂલ્યોનું સિંચન કર્યું છે. ત્યારે બદલી થઈને બીજી શાળામાં જઇ રહેલા શિક્ષકને વિદ્યાર્થીઓ, સહકર્મીઓ તથા ગ્રામજનો તરફથી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.