મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબીમાં સરડવા પરિવારના સ્નેહ મિલનમાં નવતર પહેલ: દસ વર્ષથી સંયુક્ત કુટુંબમાં રહેતા દેરાણી, જેઠાણી અને સાસુનું કરાયું સન્માન


SHARE















મોરબીમાં સરડવા પરિવારના સ્નેહ મિલનમાં નવતર પહેલ: દસ વર્ષથી સંયુક્ત કુટુંબમાં રહેતા દેરાણી, જેઠાણી અને સાસુનું કરાયું સન્માન

મોરબીના ઉમા સંસ્કારધામ ખાતે સરડવા પરિવાર સ્નેહ મિલન સમિતિ દ્વારા મોરબી શહેરમાં વસતા સરડવા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહમિલન સમિતિના પ્રમુખ નરભેરામભાઈ માવજીભાઈ સરડવા (એકોર્ડ વિટ્રીફાઇડ સિરામિક) છે તેઓની મંજૂરી સાથે કાર્યક્રમ દીપ પ્રાગટય અને આરતી કરીને શરૂ કરવામાં આવેલ હતો અને ત્યારબાદ વડીલો દ્વારા તેમના સંઘર્ષમય જીવનના અનુભવો પરથી પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પછી બાળકો દ્વારા જુદા જુદા સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સરડવા પરિવાર દ્વારા શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે સંયુક્ત કુટુંબમાં દસ વર્ષ કે તેથી વધુ સમયથી સાથે રહેતી દેરાણી, જેઠાણી તેમજ સાસુમાનું સાલ ઓઢાડીને સ્ટેજ પરથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એક પહેલ એવી પણ કરવામાં આવી હતી કે જેમાં પરિવારના કોઈ સભ્યને કોઈ આકસ્મિક મદદની જરૂર હોય ત્યારે પરિવારના સભ્યો દ્વારા શક્ય થઈ શકે તેવી સામાજિક, આર્થિક અને માનસિક રીતે જરૂરિયાત મંદ પરિવારને મદદ કરવી. આ પહેલની કાર્યક્રમમાં હાજર રહેલા પરિવારના તમામ સભ્યોએ ઉમેળકાભેર સ્વીકારી લીધી હતી. અને અંતમાં આભાર વિધિ સરડવા મણિભાઈએ કરી હતી. તો કાર્યક્રમનું સંચાલન નરેશભાઇ અને સુધીરભાઈએ કર્યું હતું.






Latest News