વાંકાનેરના દેરાળા ગામમાં રક્તદાન કેમ્પ યોજાયો
SHARE
વાંકાનેરના દેરાળા ગામમાં રક્તદાન કેમ્પ યોજાયો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રેરણાથી કાર્યરત ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા વાંકાનેરના દેરાળા ગામ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ગામલોકોના સહકાર અને સેવાભાવી સ્વયંસેવકોના ઉમદા પ્રયત્નોથી આ કેમ્પને નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ હતી. આ રક્તદાન કેમ્પમાં કુલ 31 બોટલ રક્તદાન થયું હતું, જે માનવસેવાની દિશામાં ગામના સમર્પણ અને એકતાનું પ્રતિબિંબ છે. દેરાળા ગામના લોકોએ, તેમજ જગદીશભાઈ, સવશિભાઈ અને ડૉ. ભીમાણીની સેવાભાવની ભાવનાએ આ રક્તદાન રૂપે સેવાયજ્ઞને સફળતા અપાવી હતી.